Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: વાંસદા રાણી ફળીયા ખાતે રહેતા જસરાજ ખેતાજી ચૌધરી (ઉ.વ.આ-60) જે બુધવારની બપોરના સમયે બીલીમોરા ખાતે ઉઘરાણીના પૈસા લેવા માટે જાઉં છું એમ કહી સીડી દિલક્ષ મોટર સાયકલ નં.જીજે-21-એએમ-5522 લઈને નીકળ્‍યા હતા. બાદ સાંજના છ વાગ્‍યાના સમયે મોટર સાયકલમાં પંક્‍ચર પડ્‍યું હોવાની પરિવારને જાણ કરી થોડીવારમાં ઘરે આવી જાઉં એમ જણાવ્‍યું હતું. બાદ મોડી સાંજ સુધી પરત ઘરે ન આવતા અને પરિવારજનોએ મોબાઈલ ઉપર ફોન કરતા સ્‍વીચ ઓફ આવતા શોધખોળ આદરી હતી.
શોધખોળ દરમ્‍યાન ચીખલીના માણેકપોરકેનાલ પાસે જસરાજભાઈની મોટર સાયકલ મળી આવતા જે બાદ બીલીમોરા એનડીઆરએફની ટીમને જાણ કરતા માણેકપોર, બામણવેલ, સાદડવેલ, ખાંભડા, સાદકપોર, આમધરા ગામેથી પસાર થતી મોટી કેનાલમાં તપાસ કરતા જસરાજભાઈની લાશ મળી આવતા પોલીસે લાશનો કબ્‍જો લઈ પીએમ કરાવી હતી.
જસરાજભાઈ ચૌધરી કેનાલના પાણીમાં કોઈ કારણોસર પડી જતા ડૂબી જવાના કારણે મરણ ગયેલ હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બનાવ અંગેની ફરિયાદ મરનારનો પુત્ર સુરેશ જસરાજભાઈ ચૌધરી (ઉ.વ.આ-24) (રહે.વાંસદા રાણી ફળીયા તા.વાંસદા) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

રવિવારે રાજ્‍યના નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વલસાડ જિલ્લામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાશે જિલ્‍લામાં 6 કડિયાનાકા ખાતે લાભાર્થીઓને લાભ મળશે

vartmanpravah

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

vartmanpravah

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષ સ્‍થાને ચીખલી તાલુકા સેવાસદનમાં યોજાયેલા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણમાં નવ જેટલા પ્રશ્નો રજૂ થયા

vartmanpravah

સેલવાસની ગુમ થયેલી દમણ નર્સિંગ કોલેજની પ્રિન્‍સીપાલ કનીમોઝી અર્મૂગમની હત્‍યા : કોલેજના એકાઉન્‍ટન્‍ટ સાવન પટેલની ધરપકડ

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ વિસ્‍તારના યુવાનોએ ધારણ કર્યો ભાજપાનો ખેસ

vartmanpravah

Leave a Comment