(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: નવસારી જિલ્લાની ચારેય બેઠકોની સમાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે. આ સાથે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ વધરાવા જિલ્લા ચૂંટણીતંત્ર સ્વીપ અંતર્ગત વિવિધ જન જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યું છે. નાગરીકો ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં ચાર મોડેલ પોલીંગ સ્ટેશન એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે. આ મતદાન મથકોનો માહોલ જ એવો હશે કે કોઈનેપણ સામેથી પોતાની કિંમતી મત આપવા આવાનું મથ થઈ આવે.
જિલ્લાની ચાર વિધાનસભામાં કુલ 1147 પોલીંગ બુથ બનશે. જેમાંથી દરેક વિધાનસભા દીઠ 4 પોલીંગ બુથને નમૂનારૂપ બનાવશે. જેમાં 174 જલાલપોર વિધાનસભામાં 59 નંબરનું બુથ- તાલુકા પંચાયત શિક્ષણ પ્રાયમરી સ્કુલ સીસોદરા (આરક), 175 નવસારી વિધાનસભામાં બુથ નંબર 84-કોન્વેન્ટ હાઈસ્કુલ નવસારી રૂમ નંબર (એક) , 176 ગણદેવી (એસ.ટી) વિધાનસભામાં બુથ નંબર 213 – ચિખલી ગર્લ્સ સ્કૂલ અને 177 વાંસદા વિધાનસભામાં બુથ નંબર 204- પ્રાયમરી સ્કૂલ રાણીફળીયા, વાંસદાનો સમાવેશ થાય છે. આ મતદાન મથકો સુશોભિત અને નમૂનારૂપ હશે જે મતદાન માટે નાગરિકોનો ઉત્સાહ વધારશે.