Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીના વિદ્યાર્થીઓએ આજે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લીધી હતી.
વિદ્યાર્થીઓએ દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની મુલાકાત લઈ વિવિધ પ્રકારના પુસ્‍તકો નિહાળી ખુશી પણ વ્‍યક્‍ત કરી હતી. લાયબ્રેરીની નિયમિત મુલાકાતે આવવાનો પણ વિદ્યાર્થીઓએ પોતાનો સંકલ્‍પ જાહેર કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓને લાયબ્રેરીનું મહત્‍વ સમજાવ્‍યું હતું અને પાઠયપુસ્‍તકની સાથે સાથે ઈત્તર વાંચનનો રસ કેળવવા પણ જણાવ્‍યું હતું. તેમણે પુસ્‍તકાલયમાં આવતા ન્‍યૂઝ પેપરો તથા જ્ઞાનવર્ધક મેગેઝિનની પણ જાણકારી આપી હતી.

Related posts

દાનહની સનાતન કંપની દ્વારા વર્કરો સાથે થતા ગેરવર્તણુંક અંગે લેબર વિભાગમાં લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

ચીખલી પોલીસે હોન્‍ડ હાઈવેથી પુઠાની આડમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

Leave a Comment