(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ગલોન્ડા ગામે મોડી રાત્રે એક મહિલાની લાશ એક ખેતરમા શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ વિભાગ પણ દોડતુ થઇ ગયુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર નાનીબેન બાબુભાઇ વરઠા ઉ.વ.60 રહેવાસી ગલોન્ડા જેઓ મળત અવસ્થામા ગલોન્ડા વખારપાડા નજીક પડયા હોવાની માહિતી પોલીસને મળતા એસડીપીઓ મનસ્વી જૈન સહિત પોલીસની ટીમ પહોચીં હતી. મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તે દિશામા તપાસ હાથ ધરવામા આવી છે.
મહિલાની લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં મોક્લી આપવામા આવી હતી. દાનહ પોલીસ દ્વારા મહિલાની હત્યા છે કે આત્મહત્યા કરી છે એના માટેપરિવારની પૂછપરછ કરવામા આવી રહી છે. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઇ સુરજ રાઉત કરી રહ્યા છે.