Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં કેદ એક ચોરીનો આરોપી બુધવારની રાતે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. પોલીસે આખી રાત શોધખોળ હાથ ધરી પરંતુ આરોપીનો કોઈ જ પતો લાગ્‍યો નથી.
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કૈલાશ લખમી દળવી ઉ.વ.22 રહેવાસી ઉદવા, દલવીપાડા જે થાણાની સેન્‍ટ્રલ જેલમા કેદ હતો જેને ચોરીના આરોપમા 18મે ના રોજ ટ્રાન્‍સફર વોરંટ પર ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં લાવવામા આવ્‍યો હતો. જે બુધવારે રાત્રે નવ વાગ્‍યે પાણી પીવાના બહાને કસ્‍ટડીની બહાર નીકળ્‍યો હતો અને પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ફરાર આરોપીને શોધવા માટે નાકાબંધી કરવામા આવી હતી. પરંતુ આરોપી હજીસુધી પોલીસના હાથે ઝડપાયો નથી.

Related posts

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment