July 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

ગ્રામ પંચાયતના વહીવટનું કરેલું પ્રત્‍યક્ષ નિરીક્ષણ અને લાયબ્રેરી નિહાળી ખુશ થયેલા વિદ્યાર્થીઓ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19
દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીના વિદ્યાર્થીઓએ પરિયારી ગ્રામ પંચાયત અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લીધી હતી.
પરિયારીની ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામ પંચાયત દ્વારા થતા વહીવટની પ્રત્‍યક્ષ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સરપંચ શ્રીમતી પંક્‍તિબેન પટેલ, પંચાયતના સેક્રેટરી શ્રી ઓમપ્રકાશ યાદવ તથા પંચાયતના એકાઉન્‍ટન્‍ટ શ્રી સુરેશભાઈ માહ્યાવંશીએ પંચાયતના વહીવટની જાણકારી આપી હતી.
વિદ્યાર્થીઓએ પરિયારી ખાતે આવેલ આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની પણ મુલાકાત લીધી હતી અને ગ્રામ્‍ય સ્‍તરે મળતી પ્રાથમિક આરોગ્‍ય સેવાથી આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર પરિયારીના કોમ્‍યુનિટી હેલ્‍થ ઓફિસર સુશ્રી અમૃતા કૌરે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ સુમરાના દિશા-નિર્દેશ હેઠળ શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડ, શ્રીમતી ડિમ્‍પલબેન પટેલ અને શ્રીમતી તેજલબેન માહ્યાવંશી શાળા વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.

Related posts

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

vartmanpravah

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

Leave a Comment