વાહન ચાલકોને ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિરથી ડુંગરી ફળીયા જતા રોડથી આવાગમન કરવું પડશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝતી દહેગામ રોડ ડુંગરી ફળીયા જતો રોડ બિલખાડીનો પુલ રિડેવલોપમેન્ટ કરવા માટે આજથી ત્રણ મહિના બંધ કરવામાં આવ્યો છે.
વાપી જીઆઈડીસી થર્ડ ફેઝથી નિકળતો ફોર્થ ફેઈઝ વાયા બગરીયા કેમિકલ થઈ ડુંગરી ફળીયા દહેગામ-ધરમપુર રોડને જોડતો રોડ આજથી આગામી 3 મહિના સુધી બંધ કરી દેવાયો છે. આ રોડ ઉપર આવેલ બિલખાડીનો પુલ અતિ જર્જરીત થઈ ગયો હોવાથી નોટિફાઈડ ઓથોરિટી દ્વારા પુલને રિડેવલોપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરી અંદાજીત ત્રણ મહિના સુધી કાર્યરત રહેવાથી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. અહીંથી અવર જવર કરતા વાહનોને હવેથી ફોર્ટીશેડ ચોકડી હનુમાન મંદિર થઈને ડુંગરી ફળીયા આવવા જવા અવર જવર કરવી પડશે. તેથી થર્ડ ફેઝ વિસ્તારના વાહન ચાલકો માટે ડુંગરી ફળીયા પહોંચવાનો શોર્ટકટ રોડ હાલ પુરતો બંધ થઈ ગયો હતો. ચકરાવો કાપી ડુંગરી ફળીયા ધરમપુર રોડથી અવર જવર કરવી પડશે.