October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્દી હાસ્ય કવિ ગોષ્ઠી મંચનું આયોજન કરાયું

હિન્‍દી કાવ્‍ય મંચના સંયોજક બી.કે. દાયમાએ ઉપસ્થિતોને તેમની કૃતિ થકી ખુબ હસાવ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આઝાદીના અવસર ઉપર વાપીમાં હિન્‍દી કાવ્‍ય ગોષ્ઠી મંચનું આયોજન હોટલ સિલ્‍વર લીફના કોન્‍ફરસ હોલમાં કરવામાં આવ્‍યું હતું. હિન્‍દી કાવ્‍ય મંચમાં સ્‍થાનિક કવિ અને કવિયિત્રીઓ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.
વાપીના સામાજીક કાર્યકર અને કવિશ્રી બી.કે. દાયમા દ્વારા હિન્‍દી કવિ મંચનું આયોજન કર્યું હતું. મંચનું સંચાલન હેમાંગ દેસાઈએ કર્યું હતું. હાસ્‍ય કવિ મંચ હોવાથી હાસ્‍યની અનેક રચનાઓ થકી કવિઓએ વ્‍યંગ કાવ્‍યો પ્રસ્‍તૂત કરીને સૌને ભરપુર હસાવ્‍યા હતા. આ પ્રસંગે મુખ્‍ય સંયોજક બી.કે. દાયમાએ જણાવ્‍યું હતું કે, વાપીમાં હિન્‍દી ભાષીનો મોટો વસવાટ છે. હિન્‍દી અમારી માતૃભાષા છે તો ગુજરાતી ભાષા અમારી માસી છે. હિન્‍દી સાહિત્‍યના ઉત્‍કૃષ્‍ટ વિકાસ પ્રસાર પ્રચાર માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. કવિ સંમેલનમાં હોટલસંચાલક અશોક શુકલા સહિત અગ્રણી કવિઓ અને ઉદ્યોગપતિ તથા સાહિત્‍યપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં રૂ. 3.33 કરોડના ખર્ચે 18 એમ્બ્યુલન્સનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતમાં લોકાર્પણ

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

vartmanpravah

આજે દલવાડાના પ્રસિદ્ધ બાસુકીનાથ મહાદેવ મંદિરના દર્શન સાથે લાલુભાઈ પટેલ પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

Leave a Comment