October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલ કોલેજ પાસે 20 કરોડના ખર્ચે અધ્‍યતન ઓડિટોરિયમ 6 મહિનામાં સાકાર થશે

80 ટકા કામગીરી પૂર્ણ : નાણાંમંત્રી અને પાલિકા ટીમે સ્‍થળ વિઝિટ કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું : 650 બેઠકની ક્ષમતા હશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી વિસ્‍તારમાં અધ્‍યતન ઓડિટોરિયમની જરૂરીયાત હતી. આ જરૂરીયાત આગામી ડિસેમ્‍બર સુધી પૂર્ણ થઈ જશે. રોફેલ કોલેજ પાસે રૂા.20 કરોડના ખર્ચે આધુનિક-અધ્‍યતન ઓડિટોરિયમ હાલ પૂર્ણતાના આરે છે.
વાપીના શહેરીજનોને અધ્‍યતન ઓડિટોરિયમ મળે તે માટે મહત્ત્વનો આ પ્રોજેક્‍ટ હાલ નિર્માણાધિન છે. 20 કરોડને ખર્ચે તૈયાર થનાર ઓડિટોરિયમમાં વિવિધ સુવિધા ઉપલબ્‍ધ હશે. ઓડિટોરિયમ ડ્રોમ, સાઉન્‍ડ સિસ્‍ટમ નીચે બેઝમેન્‍ટ સ્‍ટોરેજ, વોટર હાર્વેસ્‍ટિંગ સિસ્‍ટમ, દિવ્‍યાંગો માટે અલગ શૌચાલય, જનરેટર, 200 વાહનોનું પાર્કિંગ તથા 650 બેઠકોની ક્ષમતા ઓડિટોરિયમમાં હશે. રવિવારે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહ, શહેર ભાજપપ્રમુખ સતિષ પટેલ, સહિતની ટીમે સ્‍થળ તપાસ કરી હતી. ઓડિટોરિયમ બિલ્‍ડીંગની મુલાકાત લઈ સુખાકારી સગવડ અંગે જરૂરી નિર્દેશ આપ્‍યા હતા. સરકારની મંજુરી બાદ પ્રોજેક્‍ટ પૂર્ણ થશે. આગામી ડિસેમ્‍બર સુધી પ્રોજેક્‍ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે.

Related posts

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

સંજીવની બુટ્ટી સમાન: નવસારી જિલ્લામાં 108 એમ્‍બ્‍યુલન્‍સમાં 16 વર્ષમાં 1પ10 સગર્ભા મહિલાઓને ડિલેવરી કરાવી

vartmanpravah

Leave a Comment