Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા ટ્રેન નીચે ભાનુશાલી વેપારીએ પડતુ મુકી આપઘાત કર્યો

મૃતક જીતેન્‍દ્ર ભીમજીભાઈ ભાનુશાલી ધરમપુર-કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ધરમપુર કુંભારપાડામાં કિરાનાની દુકાન ચલાવતા ભાનુશાલી વેપારીએ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા એક્‍સપ્રેસ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરતા જિલ્લાના ભાનુશાલી સમાજમાં શોક સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના કુંભારપાડા વિસ્‍તારમાં કરીયાણાની દુકાન ચલાવતા તેમજ સાંઈ એપાર્ટમેન્‍ટમાં રહેતા જીતેન્‍દ્રભાઈ ભીમજીભાઈ ભાનુશાળી ગતરોજ વલસાડ-અતુલ સ્‍ટેશન નજીક ગોરખપુર એક્‍સપ્રેસ ટ્રેન નીચે કોઈ અગમ્‍ય કારણોસર પડતુ મુકી આપઘાત કર્યો હતો. મૃતક જીતેન્‍દ્રભાઈ તેમની બાઈક લઈને અતુલ રેલવે સ્‍ટેશને આવ્‍યા હતા અને ટ્રેન હેઠળ પડતું મુક્‍યું હતું. ટ્રેનના પાયલોટે સ્‍ટેશન માસ્‍ટરને જાણ કરી હતી. ત્‍યારબાદ જી.આર.પી.ની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબજો લીધો હતો તેમજ ઓળખ પુરી કરી હતી. યુવાન ભાનુશાલી વેપારીએ અંતિમ દુઃખદ પગલું ભરી લેતા જિલ્લાના ભાનુશાલી સમાજમાંઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Related posts

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

વાપી કે.બી.એસ કોલેજમાં યુથ 20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

ચીખલીના ખૂંધ પોકડાથી જુગાર રમતા આલીપોરનો સરપંચ સહિત ચાર ઝડપાયા

vartmanpravah

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

vartmanpravah

Leave a Comment