Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા

ચોરીનું પગેરુ સેલવાસ સુધી લંબાયુંહોવાની આશંકા: પારડી પોલીસે ઘટના સ્‍થળે પહોંચી આજુબાજુના સીસીટીવી તપાસી ચોરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.07: પારડી તાલુકાના મૂળ સોધલવાડા મંદિર ફળિયા ખાતે રહેતા અને વલસાડ ગુંદલાવની ગ્રેટ વાઈટ કંપનીમાં જોબ કરતા સતિષભાઈ રવજીભાઈ પટેલ, પત્‍ની દક્ષાબેન તથા છોકરી કળતિ અને છોકરો દક્ષ સાથે પારડી બાલાખાડી રોડ સ્‍થિત અતુલ પાર્કના અતુલ એપાર્ટમેન્‍ટમાં બી વીંગમાં પહેલા માળે 104 નંબરના ફલેટમાં રહે છે.
દર સોમવારે કંપનીમાં રજા હોવાને લઈ સતિષભાઈ પત્‍ની દક્ષાબેન સાથે પોતાના ગામ સોધલવાડા ખેતી કામ અર્થે જતા હોય અને બંને છોકરાઓ પણ કોલેજ જતા હોય દર સોમવારે એમનો ફલેટ બંધ રહે છે. આજરોજ સોમવાર હોય સતિષભાઈ તથા પત્‍ની દક્ષાબેન પોતાના ગામ સોધલવાડા ગયા હતા અને બંને છોકરા છોકરીઓ પણ કોલેજમાં ગયા હોય ફલેટ બંધ હતો.
આ દરમિયાન ધોળે દિવસે કોઈક ચોરો ફલેટના દરવાજાનો સેન્‍ટર લોક તોડી ઘરમાં પ્રવેશી રૂમમાં રાખેલ લોખંડના કબાટના લોકરમાંથી આંબાની કલમ લાવવા માટે રાખેલ બે લાખ રૂપિયા રોકડા તથા સોનાની બંગડી, મંગળસૂત્ર, પાંચ વીટી, તથા લોકેટો મળી કુલ આશરે 10 લાખ રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
બપોરે 4:00 વાગેકોલેજથી પરત આવેલ પુત્રી કળતિએ ઘરનો દરવાજો ખુલ્લો જોતા અને ઘરના કબાટનો સામાન વેર વિખેર જોતા તાત્‍કાલિક તેણે પોતાના માતા પિતાને જાણ કરતા તેઓ સોધલવાળાથી પારડી દોડી આવ્‍યા હતા અને તપાસ દરમિયાન સોનાના ઘરેણા અને કલમ લાવવા માટેના રાખેલ બે લાખ રૂપિયા ગાયબ હોય તેઓએ પારડી પોલીસને આ ચોરી અંગેની જાણ કરી હતી.
ચોરી અંગેની જાણ થતા પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પોતાના સ્‍ટાફ સાથે દોડી આવી અતુલ પાર્ક તથા આજુબાજુની અન્‍ય બિલ્‍ડીંગો અને દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કરી ચોરો સુધી પહોંચવાના પ્રયત્‍નો હાથ ધર્યા હતા.
જોકે આ ચોરીનો પેગરૂ સંઘ પ્રદેશ સેલવાસ સુધી હોવાનું બહાર આવ્‍યું છે. કારણ કે સેલવાસથી કોઈકે સતિષભાઈના મોબાઈલ પર ફોન કરી તમારો ક્રેડિટ કાર્ડ કે આધાર કાર્ડ મળ્‍યો હોવાનો ફોન બે વખત કર્યો હતો પરંતુ હાલમાં આવા ફ્રોડના કિસ્‍સાઓ વધુ થતા હોય અને ખાતામાંથી રકમ ઉપડી જતી હોય તેઓએ આ ફોનને ફ્રોડ સમજી હવે પછી ફોન કર્યો તો પોલીસને જાણ કરવાનું જણાવ્‍યું હતું. પારડી પોલીસે સેલવાસ તરફ પણ પોતાની એક ટીમ રવાના કરી ચોરો સુધી પહોંચવાના પ્રયત્‍નો હાથ ધર્યા છે. આ ચોરીની જાણ થતાં એલસીબી પી.એસ.આઈ.કે.એમ.બેરિયા પણ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા.

Related posts

પરવાસાના 19 વર્ષીય યુવાને ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 12 અને દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment