દસમાંથી સાત સભ્યોએ સહી કરી તલાટી સહિત ઉચ્ચ સ્તરે કરી ફરિયાદ: ભાજપ તાલુકા પ્રમુખ માટેના વધુ એક દાવેદાર વિવાદમાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: પારડી તાલુકાની ડુંગરી ગ્રામ પંચાયત ગત ચૂંટણી સમયથી જ વિવાદોમાં રહી છે જે તે સમયે ડુંગળીના સરપંચના ઉમેદવાર સતીશ પટેલને સરપંચ તરીકે જીતેલા જાહેર કર્યા બાદ ફેર ગણતરી કરી ભાજપ તરફી ઉમેદવાર રાજેન્દ્ર પટેલને જીતેલા જાહેર કર્યા હતા. તેઓએ ડુંગરી ગ્રામ પંચાયતનું સરપંચપદ સંભાળ્યું હતું અને આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
પરંતુ હાલમાં આજ સરપંચ રાજેન્દ્ર પટેલ બિરુદ 10 માંથી 7 જેટલા સભ્યોએ સરપંચ રાજેન્દ્ર પટેલ મનસ્વી રીતે ગ્રામ પંચાયતના કામો પોતાની મરજી મુજબ સભ્યોની જાણ બહાર કરતા હોય, ગ્રામ પંચાયતના કામો પોતાના મળતીયાઓને આપી વગર પરમિશને કંપનીનું બાંધકામ કરાવી આરોગ્યની રીતે નુકસાન કરતી ડસ્ટ બનાવવાની કરીને મંજૂરી આપી તથા પરવાનગીથી વધારે લાખો ટન તળાવની માટી ખોદકામ કરી જેવા બીજા અનેક મુદ્દાઓને લઈ 10 માંથી 7 જેટલા ગ્રામ પંચાયતના સભ્યોએ સામાન્ય સભામાં સરપંચ રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તની અરજી આપી તલાટી તથા અન્ય ઉચ્ચ સ્તરે લેખિતમાં રજૂઆત કરી સરપંચને દૂર કરવા હોવાનું જણાવ્યું હતું.
ટૂંક જ સમયમાં ભાજપ તાલુકા પ્રમુખ તરીકેની વરણી થવાની હોય આ તાલુકા પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ પટેલે પણ દાવેદારી કરી હોય પુનિત પટેલ પછી ભાજપ તાલુકા પ્રમુખ તરીકેના બીજા એક ઉમેદવાર વિવાદમાં આવ્યા છે.