December 1, 2025
Vartman Pravah
ગુજરાતપારડીવલસાડવાપી

વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં 3 જાન્‍યુ.થી 6 જાન્‍યુ. દરમિયાન પંજાબ વિરૂધ્‍ધ ગુજરાત રણજી ટ્રોફી મેચ યોજાશે

સ્‍ટેડિયમમાં 18 કેમેરા સાથે સ્‍ટાર સ્‍પોર્ટસ પર લાઈવ ટેલિકાસ્‍ટ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓ માટે ગુડ ન્‍યુઝ છે. આગામી જાન્‍યુઆરી તા.03 થી 06 જાન્‍યુઆરી દરમિયાન વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં ગુજરાત વિરૂધ પંજાબ વચ્‍ચે રણજી ટ્રોફી મેચ યોજાનાર છે.
બલસાર ડિસ્‍ટ્રીક ક્રિકેટ એસોસિએશન (બી.ડી.સી.એ.) ના નેજા હેઠળ ઈસુના નવા વર્ષ 2023 માટે ક્રિકેટ પ્રેમીઓને ભેટ પ્રદાન થનાર છે. 3 જાન્‍યુ. થી 6 જાન્‍યુઆરી દરમિયાન વલસાડ સરદાર પટેલ સ્‍ટેડિયમમાં ગુજરાત-પંજાબ વચ્‍ચે રણજી ટ્રોફી મેચ યોજાનાર ચે. ગુજરાતની ટીમમાં ભારતીય અને આઈ.પી.એલ. ખેલાડી પ્રિયાંક પંચાલ, અરજન નાગવાસવાલા, હેત પટેલ, સિધ્‍ધાર્થ દેસાઈ, ચિંતન ગજા જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ મેચ રમશે. જ્‍યારે પંજાબ ટીમમાં હરપ્રિત બાજવા, અભિષેક શર્મા જેવા ખેલાડીઓ ભાગ લેનાર છે. વલસાડ ખાતે યોજાનાર રણજી ટ્રોફી મેચનું ખાસ આકર્ષણ એ રહેશે કે સ્‍ટેડિયમમાં વિવિધ 18 કેમેરા સાથે સ્‍ટાર સ્‍પોર્ટસ ચેનલ ઉપર લાઈવ ટેલિકાસ્‍ટ થશે. બી.ડી.સી.એ.ના માનદ મંત્રી જનક દેસાઈના જણાવ્‍યા અનુસાર મેચ જોવા પ્રવેશનિઃશુલ્‍ક છે તેથી ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડશે એ ચોક્કસ છે.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

vartmanpravah

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

સરીગામ સીતારામ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટની પ્રશંસનીય શિક્ષણલક્ષી કામગીરીથી ગરીબ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં છવાયેલી ખુશી

vartmanpravah

ચીખલી તાલુકાના ખુંધ ગામના કોળીવાડ વિસ્‍તારમાં દીપડાની અવર-જવર વધતા ભયનો માહોલ સર્જાયો

vartmanpravah

Leave a Comment