ભક્તજનોને કથાનો લાભ લેવા આયોજકો દ્વારા વિનમ્ર અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : સેલવાસના બાલાજી મંદિર રોડ ખાતે આવેલ તિરુપતિ રેસીડેન્સીમાં ભાગવત કથાનું આયોજન મુખ્ય યજમાન અને કથાકાર આચાર્ય શ્રી શરદ કૃષ્ણ શાષાીજીના મુખારવિંદથી શરૂ કરવામાં આવી છે. કથાનો પ્રારંભ કરવા પહેલા 108 કળશ યાત્રા કાઢવામાં આવી હતી, જે આખા શહેરમાં ફરી પરત કથા સ્થળે આવી હતી.
આ ભાગવત કથા આજે 2જાન્યુઆરીથી 8જાન્યુઆરી,2023 સુધી સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી ભક્તજનોને કથા શ્રવણનો લાભ મળશે. આ ભાગવત કથાનું આયોજન શ્રી રાજેશ શુક્લા, શ્રી રામકુમાર સિંહ, શ્રી જગદીશ પુરોહિત, શ્રી આનંદ ઉપાધ્યાય, શ્રી સ્વતંત્ર તિવારી, શ્રી ચેતન પટેલ, શ્રી રામસુખ પાંડે સહિત સોસાયટીના સભ્યો દ્વારા કરવામા આવ્યું છે. આ ભાગવત કથાનો ભાવિકભક્તોને સલાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.