October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

રવિવારે દાનહમાં 9, દમણમાં 10 અને દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.09
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 9 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે દમણમાં 10 જ્‍યારે દીવમાં 4 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હોવાની માહિતી મળી છે. પ્રદેશમાં પોઝિટિવ કેસોની સંખ્‍યા વધતી જઈ રહી છે જે ચિંતાની બાબત છે.
દાદરા નગર હવેલીમાં હાલમાં 26 સક્રિય કેસ છે, જ્‍યારે દમણમાં 55 કેસ સક્રિય છે. દાનહમાં અત્‍યાર સુધીમાં 5927 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. આજે જિલ્લામાં આરટીપીસીઆરના 509 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 9 વ્‍યક્‍તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતા અને રેપિડ અન્‍ટિજનના 105 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી 0 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો. કુલ 9 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. દાનહમાં 9 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જ્‍યારે આજે 5 દર્દી રિક્‍વર થતા તેમને ઘરે જવા હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા હતા.
સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરો ખાતે કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં દાનહ ખાતે આજે 95લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. દાનહ જિલ્લામાં પ્રથમ ડોઝ 429921 અને બીજો ડોઝ 297712 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 727633 લોકોને રસી આપવામાં આવી છે.
આજે દમણ જિલ્લામાં 434 જેટલા કોવિડ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા. જેમાં 10 પોઝિટિવ આવ્‍યા હતા અને હજુ 55 જેટલા સક્રિય કેસ છે અને જુના ઘર મોટી દમણ ખાતે એક કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યો છે. દમણ જિલ્લામાં કુલ 18 કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોન કાર્યરત છે. જેમાં દાભેલમાં 11, દુણેઠામાં 4, નાની દમણ નગરપાલિકા વિસ્‍તારમાં 2 અને મોટી દમણ પાલિકા વિસ્‍તારમાં 1 ઝોન કાર્યરત છે.

Related posts

વલસાડના સરદાર પટેલ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલી અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં ગુજરાત તરફથી રમતા દમણના સરલ પ્રજાપતિએ જમ્‍મુકાશ્‍મીરની ટીમ સામે કરેલું ભવ્‍ય પ્રદર્શનઃ ગુજરાતનો 8 વિકેટથી વિજય

vartmanpravah

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

Leave a Comment