Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

શહેરના વિવિધ 7 વિસ્‍તારના રોડો ઉપર ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડના વિકાસની સાથે સાથે વધી રહેલી ગીચતાને લઈ ટ્રાફિક સહિતનીઅન્‍ય બીજી વિટંબળાઓ રોજે રોજ બેવડાઈ રહી છે તેથી વલસાડ નગરપાલિકાએ મનસુબો બનાવી લીધો છે. શહેરમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી પોલીસ અને પાલિકા એક્રોચમેન્‍ટ વિભાગ દ્વારા ચાલુ કરી દેવાઈ છે.
વલસાડ શહેરમાં અવારનવાર વ્‍યાપક બુમો ઉઠતી રહી છે. ટ્રાફિક થઈ રહ્યો છે. પાર્કિંગની જગ્‍યા નથી, સરળ અવર જવર કરી શકાતી નથી તેને ધ્‍યાને લઈને નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ સાત રસ્‍તા-રોડો ઉપર ડિમોલિશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં સ્‍ટેડીયમ રોડ, તિથલ રોડ, ખત્રીવાડ રોડ, આઝાદ ચોક, નાની તાઈવાડ અને મુખ્‍ય બજાર રોડનો સમાવેશ થાય છે. અગાઉ પણ પાલિકા દ્વારા જે તે સમયે શહેરના દબાણકર્તાઓને પાલિકાએ નોટીસ સહિતની વિવિધ રસ્‍તે સજાગ કરેલા જ છે. તેથી આજે મંગળવારે પાલિકા ઈજનેર હિતેશ પટેલ, એક્રોચમેન્‍ટ સ્‍ટાફ તેમજ પી.આઈ. એસ.ડી. ચૌધરીની દરમિયાનગીરી હેઠળ પોલીસ અને પાલિકા દબાણો હટાવવા માટે એક્‍શન મોડ ઉપર આવી ચૂકી છે.

Related posts

ચીખલીના વંકાલ સહિતના પૂરગ્રસ્‍ત ગામોમાં થયેલ નુકસાન અંગે તંત્ર દ્વારા ટીમો બનાવી સર્વે હાથ ધરાયો

vartmanpravah

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ વિધાનસભાની પાંચ બેઠકો માટે ભાજપ નિરીક્ષકોએ કાર્યકરોની સેન્‍સ લીધી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ઉદ્યોગ સાહસિક દિવસ 2024 ની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment