October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

કેન્‍દ્ર સરકારના બંધારણ મુજબ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમાં બક્ષીપંચ જ્ઞાતિના લોકકલ્‍યાણ માટે તમામ પ્રકારના અભ્‍યાસ, નોકરી તથા ચૂંટણીની બેઠકોમાં 27 ટકા અનામતનો અમલ થાય તેવી માંગ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે ગુજરાત સિવાય અન્‍ય રાજ્‍યોમાં ઓબીસી જ્ઞાતિને તેમનો 27-ટકા અનામત પ્રતિનિધિત્‍વ લાભ મળી રહ્યો છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ઓબીસી વર્ગમાં લગભગ 145 જ્ઞાતિનો સમાવેશ થયેલ છે અને ગુજરાતની કુલ જન સમૂહ સંખ્‍યાના આધારે લગભગ 52-ટકા વસ્‍તી ઓબીસી જ્ઞાતિઓ ધરાવે છે તેમ છતાં અમારી અન્‍ય પછાત જ્ઞાતિના જનસમુહને પૂરતો લાભ મળતો નથી જેથી ઓબીસી જ્ઞાતિની વસ્‍તીનાધોરણના આંકડાનું પુથ્‍થકરણ કરી રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યને તમામ સંસ્‍થાઓમાં તમામ પ્રકારના અભ્‍યાસ અને નોકરી સાથે વિધાનસભા લોકસભા તથા સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં અનામત બેઠકો જાહેર કરી તેનો અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ઓબીસી સમાજના ધવલ ગાંધી, મયંક પટેલ, ડી.બી.પટેલ, ડો.અશ્વિનભાઈ પટેલ, ધર્મેશભાઈ, સંજયભાઈ સમરોલી, નૈનેશ કાયસ્‍થ સહિતના આગેવાનો જોડાયા હતા.

Related posts

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

Leave a Comment