October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.09: ઉમરગામ તાલુકાના ફણસા વાડીયા હાઈસ્‍કૂલ ખાતે બીજેપી વલસાડ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈઆંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે મહિલા મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા પ્રદેશ અધ્‍યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શન હેઠળ અને વલસાડ જિલ્લા અનુસૂચિત મોરચા અધ્‍યક્ષ શ્રી મહેન્‍દ્રભાઈ પુનેટકરની આગેવાની હેઠળ આયોજિત મહિલા મેડિકલ કેમ્‍પમાં અંદાજિત 90 જેટલી મહિલાઓનું ચેક અપ કરી પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલીતાબેન ધુમાડા, જિલ્લા સંગઠન મંત્રી શ્રીમતી જસુમતીબેન દાંડેકર, ઉમરગામ નગરપાલિકાના કાઉન્‍સિલર વૈભવીબેન માહ્યાવંશી, શ્રીમતી વર્ષાબેન સુર્વે, વાપી નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રીમતી મનિષાબેન મહેતા, વાપી પાલિકાના માજી કાઉન્‍સિલર શ્રી અજીતભાઈ મહેતા, વલસાડ જિલ્લા મંત્રી શ્રીમતી ભારતીબેન, મંત્રી શ્રી ઠાકોરભાઈ તેમજ ઉમરગામ તાલુકાના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી અમિતભાઈ માહ્યાવંશી, શ્રી રાજુભાઈ રોહિત, શ્રી સંજયભાઈ વાડેકર, શ્રી નરેન્‍દ્રભાઈ માહ્યાવંશી સહિત મોટી સંખ્‍યામાં અનુસૂચિત મોરચાના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહ અને દમણ-દીવ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રીનાઆગમન નિમિત્તે કાર્યક્રમોનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

દાનહ નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષ-2021-22 માટે પ્રવેશનો પ્રારંભ

vartmanpravah

વલસાડજિલ્લાના ખેડૂતોને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થયેલ જમીનનું યોગ્‍ય વળતર મળે તેવી દિલ્‍હીમાં રજૂઆત

vartmanpravah

Leave a Comment