(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે મુંબઈથી અમદાવાદ ને.હા.નં-48 મલવાડા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબની હીરો સ્પેલન્ડર મોટર સાયકલ નં-જીજે-19-એજી-3215 આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ 27 કિં.રૂ.25,800/- મળી આવતા પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે દારૂનું વહન કરનાર મેહુલ ધનસુખ ગરાસિયા (ઉ.વ-32) (મૂળ રહે.બીલખડી દુર્લભ ફળીયું તા.મહુવા જી.સુરત) (હાલ રહે.નરોલી ખરડપાડા સેલવાસ) ની ધરપકડ કરી પોલીસે એક મોટર સાયકલ મળી કુલ્લે રૂ.45,800/- નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ પીઆઈ-એ.જે.ચૌહાણ કરી રહ્યા છે.