Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.01: ભારત સરકાર ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર મુખ્‍ય ચૂંટણી અધિકારી દાનહના માર્ગદર્શનમાં મતદાતાઓને આધારકાર્ડ ડેટા એકત્ર કરવા અને ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલ ચાર સંશોધિત ફોર્મ સંદર્ભે સચિવાલય સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ચાર સંશોધિત ફોર્મ અંગે ચર્ચા કરવામાં આવી  હતી.ફોર્મ -6 નવા મતદાતા બનાવવા માટે, ફોર્મ-6બી આધાર સાથે મતદાતા ઓળખપત્ર જોડવા માટે, ફોર્મ 7 નામ હટાવવા માટે, ફોર્મ 8 મતદાતા સુચીમાં સંશોધન પોતાના ચૂંટણીઓળખપત્રમાં ફેરફાર અને એક વિધાનસભા ક્ષેત્રમાંથી બીજા વિધાનસભા ક્ષેત્રમાં બદલી કરવા માટે જાણકારી આપવામાં આવી હતી.

હવે જે પણ યુવા નાગરિક 18 વર્ષની ઉંમર પૂર્ણ કરશે તેઓ પોતાનું નામ આગલા વિશેષ સંક્ષિપ્ત પુનઃ નિરીક્ષણ કાર્યક્રમ મતદાતા સૂચીમાં નોંધાવવા માટે વર્ષમાં ચાર દિવસ જેમાં 1 જાન્‍યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1ઓક્‍ટોબર પ્રાપ્ત થશે. ઉપસ્‍થિત સભ્‍યોને આધાર ડેટા એકત્ર કરવા માટે શિબિરનું આયોજન કરવાનું સૂચન કરવામાં આવ્‍યું છે. જે સંદર્ભે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર વિવિધ શિબિરોનું આયોજન કરવામાં આવશે. એની સાથે ઘરે ઘરે જઈ આધાર ડેટા એકત્ર કરવા માટે બુથ લેવલ ઓફિસરોને ઓર્ડર 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી કરવામાં આવ્‍યો છે. આ અવસરે ચૂંટણી અધિકારી અને સેલવાસ આરડીસી સુશ્રી ચાર્મી પારેખ, જિલ્લા પંચાયત સીઈઓ ડો. અપૂર્વ શર્મા, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભવર, પંચાયત સભ્‍યો, નગરપાલિકા સભ્‍યો સહિત રાજનીતિક દળોના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વાપી હાઈવે ઉપર પેટ કેર શોપમાં ચોરી : 50 હજારથી વધુની રોકડ ચોરી કરી બેતસ્‍કરો ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કોચીન ખાતે સ્‍વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંતને નિહાળવાનો લીધેલો લ્‍હાવો

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

Leave a Comment