Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ચોરટાઓ બેફામ બન્‍યા: હોન્‍ડ ગામે પરિવારના સભ્‍યો ઘરમાં સૂતા રહ્યા અને તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂા.1.14 લાખની મત્તા ચોરી ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.30: ચીખલીમાં શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડીનો લાભ તસ્‍કરો લઈ રહ્યા હોય તેમ ચોરીના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે. પોલીસનો કોઈ ધાક ન હોય તેમ બેફામ બનેલા તસ્‍કરો બિન્‍દાસ ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે. સલામત ગુજરાતના દાવા વચ્‍ચે પોતાની અને જાનમાલની સુરક્ષા સામે અનેકસવાલો ઉભા થવા પામ્‍યા છે.
ચીખલી પોલીસ મથકમાં હોન્‍ડ ગામના ઝંડા ચોક વિસ્‍તારમાં રહેતા મધુબેન વસંતભાઈ રાઠોડ 29મી જાન્‍યુઆરીની રાત્રે તેમના બાજુમાં રહેતા દીકરાનું નાનું છોકરો રડતું હોય તેના ઘરે સુવા ગયા હતા અને તેમના ઘરે મોટો દીકરો અને વહુ સુતેલા હતા. આ દરમિયાન સવારે ચારેક વાગ્‍યાના અરસામાં બાજુમાં દીકરાના ઘરેથી તેઓ તેમના ઘરે આવતા ઘરના આગળ અને પાછળના દરવાજા ખુલ્લા જોવા મળ્‍યા હતા અને ઘરમાં તિજોરી અને લોકર તૂટેલી હાલતમાં હોવા સાથે રોકડા રૂ.45,000/- તથા સોનાની બુટ્ટી, સોનાની વિંટી, નાકની નથડી, મંગળસૂત્ર, ચાંદીની ચેઈન, ચાંદીની વિંટી સહિત કુલ રૂા. 1,14,400/-ની મત્તા કોઈ અજાણ્‍યો ચોર ચોરી ગયો હતો. જોકે ઉપરોક્‍ત બનાવ અંગે પોલીસ ચોપડે કોઈ ગુનો મોડી સાંજ સુધી નોંધાયો ન હતો.
નોંધનીય છે કે, શનિવારની રાત્રે ચીખલી બસ સ્‍ટેન્‍ડની સામેના શોપિંગ સેન્‍ટરમાં ભાટિયા મોબાઈલમાં પાછળની દીવાલમાં બોકારું પાડી ચોરટાઓ રૂા.29.61 લાખના મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરીને અંજામ આપ્‍યો હતો. આ પૂર્વે પોલીસ સ્‍ટેશનથી એકાદ કિમીના અંતરે આવેલ સાદકપોરના ગોલવાડ વિસ્‍તારમાં એક જ રાત્રે એક સાથે એક ઘર અને 13 જેટલી દુકાનોના તાળાતૂટયા હતા અને હવે હોન્‍ડમાં ચોરીનો બનાવ બનતા ચોરીના ઉપરા છાપરી બનાવથી લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્‍યો હતો.

Related posts

વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા 20 માર્ચ વર્લ્‍ડ સ્‍પેરો ડેની ઉજવણી શરૂ : 4500 ચકલી ઘર-2500 બાઉલનું વિતરણ

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

Leave a Comment