(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21
દાદરા નગર હવેલીના અથાલ ગામના રહેવાસીએ બેંકમાંથી લોનના નામેછેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગત માર્ચ 2020ના રોજ નોંધાવી હતી. જેમાં પોલીસે એક આરોપીને પટના બિહારથી ઝડપી પાડી ધરપકડ કરવામા આવી છે.
અથાલના રહેવાસી જયપ્રકાશ શ્રીરામ જેઓએ 02 માર્ચ 2020ના રોજ એમણે મધ્યપ્રદેશની એચડીએફસી બેંકમાં ઓનલાઇન પર્સનલ લોન માટે અરજી કરી હતી. એજ સમયે એમને લોન આપવા માટે ફોન આવ્યો હતો જેણે રિલાયન્સ ફાઇનાન્સ મુંબઇનો કર્મચારી હોવાનું જણાવ્યુ હતુ અને અરજી કરવા માટે એક લીન્ક મોકલાવી હતી. એણે આપેલ નિર્દેશ મુજબ ફરિયાદીએ 30 હજાર રૂપિયા પંજાબ નેશનલ બેંક પટનાના ખાતામાં જમા કરાવ્યા હતા. લોન માટે જે અરજી કરી હતી એ પાસ નહીં થતાં ફરિયાદીએ રિલાયન્સ ફાયનાન્સની ઓફિસની તપાસ કરી પણ તેવી કોઈ જ ઓફિસના હોવાનું જાણવા નહી મળ્યુ હતું.
ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે આઇપીસી 420,34 મુજબ ગુનો નોંધી પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્વામીના નિર્દેશ અનુસાર પીએસઆઈ શ્રી જીગ્નેશ પટેલ, એએસઆઈ શ્રી આર.ડી.રોહિત અને એમની ટીમે તપાસ હાથ ધરતા પટના બિહાર ખાતે ગયા હતા અને ત્યાં ખાતાધારકની જાણકરી મેળવી આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝા (ઉ.વ.22) રહેવાસી સુદામાસિંહની ચાલ લોહાનીપુર,પટના બિહાર જેઅલગ અલગ કેસોમાં છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યુ હતું. આરોપીએ પંજાબ નેશનલ બેંક ઓફ પટના શાખામાં શાળામા ભણતા છોકરાના નામે છેતરપિંડી કરવાના ઈરાદાથી ખાતુ ખોલાવ્યું હતું અને વિવિધ જગ્યાના એટીએમ અને પાસબુક સંચાલિત કરતો હતો.
બીજી અન્ય છેતરપીંડી વ્યક્તિઓ સાથે મળી જનતાને અલગ-અલગ બહાનું બનાવી છેતરપિંડી કરી કમાણી કરી ખાતામાં પૈસા જમા કરતા હતા. આરોપી રાકેશકુમાર ઉર્ફે સાહિલ સુરેન્દ્ર ઝાની 19મી ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામા આવી હતી અને કોર્ટમાં રજૂ કરતા 23મી ડિસેમ્બર સુધી પીસીઆર કસ્ટડી આપવામા આવી છે. ખાતાધારક જે કિશોરવયનો છે એના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામા આવી છે.