July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

મોપેડચાલક સંદિપકુમાર પ્રજાપતિનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ-નરોલી રોડ પર સ્‍વામિનારાયણ મંદિર નજીક પુરઝડપે હંકારી રહેલ ટેમ્‍પોચાલકે એક મોપેડ સવારને જોરદાર ટક્કર મારતા મોપેડ અને તેનો ચાલક ટેમ્‍પાના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્‍થળ ઉપર જ મોત કમકમાટીભર્યું મોત થતાં ચકચાર ફેલાઈ જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.29) રહેવાસી નરોલી, જે નોકરી પરથી છુટી પોતાના ઘર તરફ મોપેડ નંબર ડીડી-01 બી-8760 પર જઈ રહ્યા હતા. તે સમયે ટેમ્‍પો નંબર જીજે-15 એક્‍સએક્‍સ-1977ના ચાલકે મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતામોપેડચાલકનું બેલેન્‍સ બગડી ગયું હતું અને સીધા ટેમ્‍પોના ટાયરમાં એનું માથું આવી ગયું હતું. ટેમ્‍પોચાલક ટેમ્‍પો લઈને ફરાર થવાની કોશિશ કરતા રીંગરોડ નજીકથી ટ્રાફિક પોલીસની ટીમે ઝડપી પાડયો હતો. જ્‍યારે મોપેડચાલક સંદિપકુમાર રમેશભાઈ પ્રજાપતિનું ઘટના સ્‍થળ ઉપર જ મોત થતાં સમગ્ર વિસ્‍તારમાં એરરાટી ફેલાઈ જવા પામી હતી.
અકસ્‍માત સર્જનાર ટેમ્‍પાનો પોલીસે કબ્‍જો લઈ અને ટેમ્‍પોચાલકને પકડી સેલવાસ પોલીસ સ્‍ટેશન ખાતે લઈ જવામાં આવ્‍યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ જગ્‍યા પર વારંવાર અકસ્‍માતની ઘટના બની રહી છે અને ટ્રાફિક જામની સમસ્‍યા પણ ઉદ્‌ભવતી રહે છે. જે સંદર્ભે વિવિધ સંસ્‍થાઓ દ્વારા આ જગ્‍યા પર સ્‍પીડબ્રેકર બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન દ્વારા આ તરફ ધ્‍યાન આપવામાં આવતુ નથી. જેના કારણે કેટલાયે લોકોના જીવો જઈ રહ્યા છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સેલવાસ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાશે

vartmanpravah

લોભિયા હોય ત્‍યાં ધુતારા ભૂખે ન મરે: અવધ ઉથોપિયામાં સસ્‍તી કિંમતે મોબાઈલ અપાવવાની લાલચ આપી 1 લાખ 75 હજારની છેતરપિંડી

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ દ્વારા ‘વિશ્વ વસતી દિવસ’ નિમિત્તે યોજાયેલ ચિત્રકામ સ્‍પર્ધામાં આલોક પબ્‍લિક સ્‍કૂલ વિજેતા બની

vartmanpravah

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેટર કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડગ્રેબિંગ ફરિયાદની તપાસમાં વિલંબ થતા કલેકટરનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

Leave a Comment