January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી તાલુકાના તલાવચોરના શામળ ફળિયા વિસ્‍તારમાં દિપડો લટાર મારતો હોવાનો વીડિયો ફરતો થવા પામ્‍યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાત્રી દરમ્‍યાન શામળા ફળિયાના મુખ્‍ય માર્ગ પરથી કદાવર દિપડો પસાર થતો હોવાની વીડિયો બહાર આવ્‍યો છે. આ દિપડો શામળા ફળિયાના ખેડૂત સંજયભાઈ નટુભાઈ પટેલના ખેતર તથા આજુબાજુના વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરતો હોવાનું અને દિપડાનો આ વીડિયો ગતરાત્રીનો હોવાનું શામળા ફળિયાના શ્રેયસભાઈએ જણાવ્‍યું હતું. વીડિયો બાદ વન વિભાગ દ્વારા પાંજરૂં ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

(તસવીરઃ દિપક સોલંકી)

Related posts

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

સેલવાસ ઝંડાચોક આઝાદી સ્‍મારકની બાજુના ઈલેક્‍ટ્રીક પોલ માટેના ઢાંચા ઉપર ચાલકે બસ ચડાવી

vartmanpravah

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment