October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી-સુરત રોટરી ક્‍લબ દ્વારા સહાહનીય કામગીરી : 121 લાભાર્થીઓને નિઃશુલ્‍ક આધુનિક કૃત્રિમ પગ અર્પણ કર્યા


‘‘એક ડગલુ જીવન તરફ” થીમ હેઠળ રોફેલ કોલેજમાં યોજાયેલ કેમ્‍પમાં બાળખથી માંડી વૃધ્‍ધોના ચહેરા ખુશખુશાલ બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી રોફેલ કોલેજમાં આજે રવિવારે માનવતા ઉજાગર કરતો આધુનિક કૃત્રિમ પગ અર્પણ કરવાનો કેમ્‍પ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલ 131 બાળક, પુરુષસ્ત્રી અપંગોને આધુનિક કૃત્રિમ પગોનુંઆરોપણ કરવામાં આવ્‍યું હતું. નવા પગ મેળવતાની સાથે જ તમામના ચહેરાઓ મલકાટ સાથે ખુશખુશાલ બની ગયા હતા.
આ પ્રસંગે રોટરી ક્‍લબ ઓફ વાપી પ્રેસિડેન્‍ટ હેમાંગ નાયકે જણાવ્‍યું હતું કે, સંસ્‍થા દ્વારા આ છઠ્ઠો આર્ટિફિશિયલ પગ આપવાનો પ્રોજેક્‍ટ છે. આ પ્રોજેક્‍ટમાં વાપી સહિત સુરત ક્‍લબ ઓફ સુરત, તાપી પણ જોડાયેલ છે. કૃત્રિમ પગથી લાભાર્થી ચાલી તો શકે પણ્‍ણદોડી પણ શકે છે. આ કેમ્‍પ, પ્રોજેક્‍ટ ચાર દિવસનો છે. જેમાં પ્રથમ દિવસે રજીસ્‍ટ્રેશન પગનું માપ-સાઈઝ લઈ અંતિમ દિવસે પગનું ફિટિંગ કરવામાં આવે છે. ઘુંટણ નીચે તથા ઉપર કપાયેલા પગના સ્‍થાને નવા કૃત્રિમ પગ નાખવામાં આવે છે. તેમજ આ પગ 10 વર્ષ સુધી ખરાબ પણ થતા નથી. ઈન્‍ફેકશન કે સ્‍કીન ડિસિસ સમસ્‍યા રહેતી નથી અને હાઈટ પણ એડજેસ્‍ટ કરી શકાય છે. આ વર્ષે પ્રોજેક્‍ટ વાપીની યમુના મશીન વર્ક્‍સ કંપની અને સુરતની એથર ઈન્‍ડસ્‍ટ્રીઝે સ્‍પોન્‍સર કર્યો છે. સમગ્ર પ્રોજેક્‍ટને સફળ બનાવવા માટે રોટરી ક્‍લબ ઓફ વાપી પ્રોજેક્‍ટ ચેરમેન હરિશ કોઠારી, સુરત ક્‍લબ ચિરાગ ગાંધી, વાપી ક્‍લબ સેક્રેટરી જોય કોઠારી – સુરત પ્રમુખ નિમિત્ત શાહ તથા સેક્રેટરી સતિષ તિવારી, ડી.જી. એન તુષાર શાહ, નેહલબેન શાહ ખાસ ઉપસ્‍થિત રહી સરાહનિય પુરુષાર્થ કર્યો હતો. તેમજ રોટરી ઈન્‍ટરેક્‍ટના સભ્‍યો, એન.એન.એસ.નાવોલિન્‍ટેર એન.સી.સી. કોલેજના વિદ્યાર્થીઓએ નોંધનીય સેવા પુરી પાડી હતી.

Related posts

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુના રોગચાળાને નાથવા પ્રદેશના આરોગ્‍ય સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચો

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

વલસાડ 181 અભયમે પિતા-પુત્રીના ઝગડાનું સુખદ સમાધાન કરાવ્‍યું

vartmanpravah

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

Leave a Comment