Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી તાલુકાના વિજયભાઈ શાહની અંતિમ ઈચ્‍છા મુજબ પરિવારે ઘરના મોભીનું દેહદાન અને ચક્ષુદાન કર્યું

ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટના અંગદાન અભિયાનમાં ગત ઓગસ્‍ટમાં વિજયભાઈએ દેહદાનનું સંકલ્‍પપત્ર ભર્યુ હતું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: દેહદાન જેવુ જગતમાં કોઈ મોટુ દાન નથી. વલસાડનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ છેલ્લા 15 વર્ષથી દેહદાન-ચક્ષુદાનનું અભિયાન ચલાવી રહેલ છે. પારડી તાલુકામાં રહેતા અને ઓરિએન્‍ટલ ઈન્‍સોયરન્‍સ કંપનીમાં 38 વર્ષ ફરજ બજાવી નિવૃત્તિ જીવન જીવતા વિજયભાઈ શાહએ દેહદાન અભિયાનથી પ્રેરાઈને ગત ઓગસ્‍ટ 2022માં દેહદાન કરવાનું ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટમાં સંકલ્‍પપત્ર ભરીને અંતિમ ઈચ્‍છા જાહેર કરી હતી. તે મુજબ આજે સોમવારે વિજયભાઈ શાહનું મૃત્‍યુ થતા પરિવારે તેમનું દેહદાન અને ચક્ષુદાન કરી તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી માનવતા ભરી કામગીરીનો દિપક પ્રગટાવ્‍યો હતો.
શાહપરિવારના પુત્ર ભાવિનભાઈ શાહ અને જમાઈ ઉત્‍સવભાઈએ પિતા વિજયભાઈના આજે થયેલા મૃત્‍યુ બાદ તેમની અંતિમ ઈચ્‍છા પુરી કરી હતી. ઉમિયા સોશ્‍યિલ ટ્રસ્‍ટ ગ્રુપના પ્રમુખનો સંપર્ક કરી વિજયભાઈની અંતિમ ઈચ્‍છા મુજબ એન.આર.સી. હોસ્‍પિટલનો ઉમિયા સોશ્‍યિલ ગ્રુપના પ્રમુખ અશોકભાઈએ સંપર્ક કર્યો હતો. બે વ્‍યક્‍તિ માટે નેત્ર દાન કર્યું હતું તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા વલસાડ સિવિલ હોસ્‍પિટલને દેહદાન કર્યું હતું. બે નેત્રહિન વ્‍યક્‍તિઓને નવી રોશની મળી હતી. વિજયભાઈ શાહના પરિવારે પરિવારના મોભીની અંતિમ ઈચ્‍છા પૂર્ણ કરી હતી.

Related posts

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

Leave a Comment