Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

..તો પ્રદેશના ઔદ્યોગિક એકમો ગુજરાત-મહારાષ્‍ટ્રમાં પલાયન થઈ જશેઃ વીજ દરના વધારાના પ્રસ્‍તાવનો કરાયેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10: દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિતરણ વ્‍યવસ્‍થાનું સંચાલન કરનારા ટોરેન્‍ટ પાવર સંચાલિત ડીએનએચડીડી પાવર ડિસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા જેઈઆરસીની સામે રજૂ કરવામાં આવેલ એ.આર.આર. અને ટેરિફ પ્‍લાન ઉપર આજે સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે સવારે 10:00 વાગ્‍યે યોજાયેલી જન સુનાવણીમાં ટોરેન્‍ટ પાવરની કાર્યશૈલી સામે વીજ ગ્રાહકોએ વિવિધ પ્રશ્નોનો મારો ચલાવ્‍યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે જેઈઆરસીના ચેરમેન શ્રી આલોક ટંડન અને સભ્‍ય શ્રીમતી જ્‍યોતિ પ્રસાદની ઉપસ્‍થિતિમાં સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે જેઈઆરસી દ્વારા વીજ દરના વધારા-ઘટાડા તથા કાર્યવ્‍યવસ્‍થાના સંદર્ભમાં વીજ ઉપભોક્‍તાઓના સૂચનો અને ફરિયાદો સાંભળવા માટે જનસુનાવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ગયા વર્ષે ટોરેન્‍ટ પાવરે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાવર ડીસ્‍ટ્રીબ્‍યુશન કોર્પોરેશનનો 51 ટકા હિસ્‍સો હસ્‍તગત કર્યા બાદ જેઈઆરસી સમક્ષ 2023-24ના વર્ષ માટે એ.આર.આર. અને ટેરીફનો પ્‍લાન સુપ્રત કર્યો હતો. જેના સંદર્ભે આજે જન સુનાવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ડોમેસ્‍ટિક, કોમર્શિયલ, ઔદ્યોગિક, કળષિ સહીત વિવિધ શ્રેણીના પ્રસ્‍તાવિત વીજદરના સંદર્ભમાં હિતધારકોને સૂચનો અને ફરિયાદો સાંભળવામાં આવી હતી. આ જન સુનાવણીમાં વર્ષ 2023-24ના માટે અને 2022-23ના વર્ષ માટેના રિવાઈઝ એ.આર.આર. ઉપર જન સુનાવણી કરવામાં આવી હતી. આ જન સુનાવણીમાં ઉપસ્‍થિત લોકો દ્વારા કેટલાક મંતવ્‍યો/સલાહ-સૂચનો પણ રજૂ કરવામાં આવ્‍યા હતા.
સેલવાસ નગરપાલિકા સભ્‍ય શ્રી સુમન પટેલે રજૂઆત કરતા જણાવ્‍યું હતું કે, પ્રદેશમાં કોઈપણ પ્રકારના વીજળીના દર નહિ વધારવા, હાલમાં ટોરેન્‍ટ પાવર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વીજળીના બિલ નહીં ભરવા પર પાવર કાપી નાખવામાં આવે છે તેમ નહીં કરવા સૂચન કર્યું હતું. પ્રદેશમાં જો વીજળીના દરોમાં વધારો કરવામાં આવશે તો ઉદ્યોગો પલાયન કરી જશે અને વેપાર-ધંધા પડી ભાંગશે. જેનાથી સ્‍થાનિક લોકોનારોજગારનો મોટો પ્રશ્ન ઉદ્‌ભવશે. શ્રી સુમનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, આ પહેલાં ટોરેન્‍ટ પાવર કરતા સરકારી વિદ્યુત વિભાગ હતું એ સમયે સારી સેવાઓ ઉપલબ્‍ધ હતી. હવે જો વીજ દરોમાં વધારો કરવામાં આવશે તો સ્‍થાનિક ગરીબ આદિવાસી અને અન્‍ય વિવિધ રાજ્‍યમાંથી રોજીરોટી કમાવવા આવતા લોકોની સમસ્‍યામાં વધારો થશે, તેથી વીજ દર વધારવામાં ન આવે એવી રજૂઆત શ્રી સુમનભાઈ પટેલે કરી હતી.
શ્રી પ્રભુ ટોકીયાએ રજૂઆત કરી કે જો આવી રીતે જ વીજદર વધારવામાં આવશે તો બહું જલ્‍દી ઔદ્યોગિક એકમો ગુજરાત, મહારાષ્‍ટ્ર કે અન્‍ય રાજ્‍યોમાં પલાયન થઈ જશે અને દાદરા નગર હવેલી ફરી 20 વર્ષ પાછળ ધકેલાઈ જશે. જેથી વીજદરો વધારવામાં નહિ આવે, દાનહની સામાન્‍ય જનતા અંદાજીત 3 ટકા ઘરેલું અને અન્‍ય વપરાશ કરવાવાળા ગ્રાહકોને વીજદર વધારવામાંથી મુક્‍ત રાખવામાં આવે. શ્રી પ્રભુ ટોકિયાએ જેઈઆરસી કમિશન સમક્ષ રજૂઆત કરી હતી કે દાદરા નગર હવેલી આદિવાસી બહુલ વિસ્‍તાર છે અને આ વિસ્‍તારની ઔદ્યોગિક એકમના કારણે રેવન્‍યુ ઈન્‍કમ મુખ્‍યસ્ત્રોત્ર છે અને અંદાજીત 97 ટકા પાવરનો ઉપયોગ ઔદ્યોગિક એકમો કરે છે જ્‍યારે 3 ટકા ડોમેસ્‍ટિક અને અન્‍યો પાવરનો ઉપયોગ કરે છે. અહીં ઔદ્યોગિક એકમ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા બીજી કોઈ વિશેષયોજના નથી, જો દર પાંચ-છ મહિનામાં વીજદરોના ટેરિફમાં વધારવામાં આવશે તો ઔદ્યોગિક એકમોનું પતન નક્કી છે.
અત્રે યાદ રહે કે, ટોરેન્‍ટ કંપનીએ જ્‍યારે ભારત સરકાર સાથે કરાર કરવામાં આવેલ ત્‍યારે એમાં સ્‍પષ્ટ રૂપે નક્કી કરવામાં આવેલ છે કે એક વર્ષ સુધી કોઈપણ પ્રકારના વીજદરના ટેરિફમાં વધારો કરવામાં નહિ આવશે. તો પછી કયા કારણસર વીજદર વધારવામાં આવી રહ્યા છે?
અત્રે નોંધનીય છે કે, સરકાર પાસેથી ટોરેન્‍ટ કંપનીના હાથમાં પાવર સપ્‍લાયની કામગીરી ગયા બાદ લાઈટ ડૂલ થવાના કિસ્‍સા પણ વારવારં બનતા રહે છે. ઉપરાંત ઓનલાઈન લાઈટ બિલ ભરવા માટે ટોરેન્‍ટ પાવરની વેબસાઈટ પણ સુયોગ્‍ય નહીં હોવાનું ઉપભોક્‍તાઓની ફરિયાદી ઉઠી રહી છે. સરકાર હસ્‍તક જ્‍યારે કાર્યભાર હતો તે સમયે વીજ બિલ ઓનલાઈન ભરવા માટે એક સાથે ઘણાં બધા બિલ ભરી શકાતા પરંતુ ટોરેન્‍ટ પાવરની વેબસાઈટમાં ફક્‍ત એક એક બિલ ભરવા પડે છે અને એકથી વધુ બિલ એકસાથે ભરી શકાતા નથી. એ મોટી સમસ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ ગૃપ ઓફ કોલેજીસમાં આરતી શણગાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

વાપીમાં ઈલેક્‍ટ્રીક કારોના ચાર્જીંગ સ્‍ટેશનમાં ચાર્જીંગ માટે કારોની વધેલી અવર જવર

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

પારડી તાલુકાના વેલપરવા ગામની બે સંતાનની માતા ગુમ

vartmanpravah

Leave a Comment