January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, મહેતા હોસ્‍પિટલ, લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ તથા લાયન્‍સ ક્‍લબ વલસાડ તિથલ રોડના સંયુક્‍ત ઉપક્રમે મેહતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો. આ ઉપરાંત દર મહિનાના પહેલા રવિવારે યોજાતો સિનિયર સીટીઝન માટેનો નિઃશુલ્‍ક મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો.
આરોગ્‍યલક્ષી સેવા કાર્યોમાં હંમેશ અગ્રેસર એવી હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ તેમજ મહેતા હોસ્‍પિટલ કિલ્લા પારડી વિવિધ આરોગ્‍યલક્ષી કેમ્‍પના આયોજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી મશરૂ ગારમેન્‍ટના સહકારથી અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના સહયોગથી સિનિયર સીટીઝન માટે નિઃશુલ્‍ક મેડિકલ ચેક અપ કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્‍પમાં 50 થી વધુ સિનિયર સિટીઝનના વિવિધ ચેક અપ કરવામાં આવ્‍યા હતા. જેમાં બ્‍લડ પ્રેસર, ઈ.સી.જી. બ્‍લડ સુગર, આંખનીતપાસણી, દાંતની તપાસણી, ઓર્થોપેડિક ચેકઅપ વગેરે કરવામાં આવ્‍યા હતા.
આ ઉપરાંત આજરોજ પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે મહેતા હોસ્‍પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન થયું હતું. જેમાં 100 જેટલા પોલીસ કર્મીઓ, જીઆરડીના જવાનો, ટીઆરબીના જવાનો વગેરેના ઈ.સી.જી, બ્‍લડપ્રેશર, બ્‍લડ સુગર, દાંત, આંખ વગેરેની તપાસણી કરવામાં આવી હતી.
આજના કેમ્‍પમાં ડો.પ્રફુલ મહેતા, ડો.નીલમ મેહતા, ડો.પ્રતાપ થોસર, ડો.મિલન પટેલ, ડો.કળપાલ પટેલ, ડો.અંબરીશ મણિયાર, ડો.શ્‍યામ હેરંજલ, ડો.તૃપ્તિ પટેલ, ડો.અભિષેક હેરંજલ, મેહતા હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ, તેમજ અન્‍ય સ્‍ટાફ, લેબ.આસિસ્‍ટન્‍ટ, હેલપિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત મેડિકલ હોમનો સ્‍ટાફ વગેરે એ સેવાઓ આપી હતી.
આ પ્રસંગે પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ.મયુર પટેલ, વલસાડ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક વર્મા, લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લના પ્રેસિડેન્‍ટ લા.મોહમ્‍મદ નલવાલા, ડિસ્‍ટ્રીકટ કેબિનેટ ટ્રેઝરર લા.પ્રેમલસિંહ ચૌહાણ, લા.શરદ દેસાઈ, લા.ભરત ડી.દેસાઈ, લા.કેઝર મુસાણી, લાયન્‍સ ક્‍લબ વલસાડ તિથલ રોડના લા.તેજસ દેસાઈ, પ્રોજેકટ ચેરમેન લા.પ્રીતેશ ભરુચા, લા.બળવંત પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ચણોદ કોલોની અંબામાતા મંદિરે 108 દિપ પ્રાગટય સાથે શિવજીની મહાપૂજા કરાઈ

vartmanpravah

સેલવાસ મામલતદારની ટીમે મોરખલમાં ગેરકાયદેસર માટી ખનન કરનારાઓ સામે કરેલી કાર્યવાહી

vartmanpravah

‘બાળ લગ્ન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર કચેરીમાં શપથ ગ્રહણ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment