October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સુગર ફેક્‍ટરી નજીક દશથી વધુ દુકાનોમાં આગ લાગી : ચારઈસમો ઘાયલ

ફટાકડાની દુકાનમાં રો-મટેરીયલને લીધે આગ લાગવાનું પ્રાથમિક તારણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ સુગર ફેક્‍ટરી નજીક એક કોમ્‍પલેક્ષમાં આજે સાંજના દશ ઉપરાંત દુકાનોમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્‍તારમાં અફરા તફરી છવાઈ ગઈ હતી.
વલસાડ સુગર ફેક્‍ટરી પાસે આવેલ એક કોમ્‍પલેક્ષમાં આજે સાંજના અચાનક એક દુકાનમાં આગ લાગતા એક પછી એક દશ ઉપરાંત દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક અનુમાન એવું લગાવાયું છે કે, એક દુકાનમાં ફટાકડાનું રો-મટેરીયલ હતું તેથી આગ લાગી હોવી જોઈએ. આગની જાણ બાદ પાલિકા અને અતુલ કંપનીના ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે દોડી ગયા હતા પરંતુ કેટલીક દુકાનોના શટર બંધ હોવાથી શટર તોડવાની કવાયત હાથ ધરાઈ હતી. આગમાં ચાર જેટલા ઈસમો દાઝી જવાથી ઘાયલ થયા હોવાનું જાણવા મળેલ છે. તમામે ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

Related posts

‘વિભાજન વિભીષિકા સ્‍મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા ભાજપા દ્વારા શ્રી માછી મહાજન સ્‍કૂલમાં પ્રદર્શનીનું કરાયેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા હાઈસ્‍કૂલમાં વાર્ષિક મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment