Vartman Pravah
ગુજરાતપારડીવલસાડ

વલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07 : વલસાડ પારડી વોર્ડ નંબર-5 ના રહીશોએ જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપ્‍યું હતું. આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ વલસાડ પારડી રામલાલા મંદિરની બાજુમાં આવેલ વૈધ ઘેલાભાઈ નાગરજી સાંસ્‍કળતિક લગ્નનો હોલ ગેરકાયદેસર રીતે વલસાડ પારડીનાં દેસાઈઓ દ્વારા ચલાવવામાં આવે છે. આ હોલની બાજુમાં આવેલ નાની ખુલ્લી જગ્‍યામાં દેસાઈઓ દ્વારા ગેરકાયદેસર પરવાનગી વિના મોબાઈલ 46,5ઞ્‍ ટાવર ઉભો કરવાની કામગીરી ચાલુ કરાવેલ છે. આ ટાવર જે જગ્‍યાએ ઉભો કરવામાં આવે છે તેની બાજુમાં જ ગુજરાતી પ્રાથમિક શાળા આવેલ છે જેમાં 1થી 8 ધોરણના નાના આદિવાસીઓના લગભગ 400 થી 500 જેટલા છોકરા-છોકરીઓ અભ્‍યાસ કરે છે. આ છોકરા-છોકરીઓ આ ટાવરના રેડીયેશનથી તેઓનું ભવિષ્‍ય જોખમમાં છે તેમજ આ છોકરાઓ ગંભીર બીમારીનો ભોગ બની શકે છે તેમજ વનસ્‍પતી, પશુ પંખીઓતેમજ ગામમાં વસવાટ કરતા બાળકો, વડીલો તેમજ સગર્ભાસ્ત્રીઓ પણ બીમારીનો ભોગ બની શકે છે. તેમજ આ ટાવરના રેડીયેશનથી કેન્‍સર જેવી જીવલેણ બીમારી પેદા થઈ શકે છે. આ ટાવર જે જગ્‍યાએ ઉભો કરવામાં આવે છે તેની આજુ બાજુ આદિવાસીઓના કાચા-પાકા મકાનો એપાર્ટમેંટો, મંદિર વિગેરે આવેલા છે. જેથી રહેણાક વિસ્‍તાર હોય જેમાં ટાવર લગાવી શકાય એમ નથી છતા આ ટાવરની કામગીરી વલસાડ પારડીના દેસાઈઓ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. ગામજનોની નમ્ર વિનંતી છે કે આ ટાવરનું કામકાજ તાત્‍કાલીક ધોરણે બંધ કરવામાં આવે અને યોગ્‍ય તપાસ કરી એમના પર કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે. ટાવર જે જગ્‍યાએ લગાવવામાં આપ્‍યું છે જેના 100 ફુટના અંતરે નયન ગુણવંતરાય દેસાઈના ઘરે 46,5ઞ્‍ નેટવર્કનો ટાવર હાલમાં લગાવવામાં આવેલ છે જે હાલમાં કાર્યરત છે. જે ટાવર પણ બંધ કરવા માટે વિનંતી છે. જો આ ટાવરોનું કામકાજ તાત્‍કાલિક બંધ કરવામાં ન આવશે તો વલસાડ પારડીની આજુબાજુ રહેતા લગભગ 700 જેટલા ઘરો તેમજ 10,000 ની વસ્‍તી ધરવતા ગામજનોને ગાંધી ચીન્‍ધે માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Related posts

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

કરજગામ લાલ પાણીનો મુદ્દો હવે એસટી કમિશનમાં

vartmanpravah

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment