Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચીગામ ચેકપોસ્‍ટ ઈકો કાર અને ચાર રસ્‍તાથી ઝાયલો કાર દારૂનો જથ્‍થો ભરેલ ઝડપાઈ

પ્રવિણ ઈશ્વર ઓડ દલવાડા, રાજેશ રમેશ ઓડ લવાછા તેમજ જય પ્રદિવ ભાનુસાલી મુંબઈ ત્રણ આરોપી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી ટાઉન અને જીઆઈડીસી પોલીસે આજે બુધવારે કચીગામ ચેકપોસ્‍ટ અને હાઈવે ચાર રસ્‍તાથી અનુક્રમે ઈકો કાર અને ઝાયલો કાર દારૂના જથ્‍થા સાથે વાહન ચેકીંગ કામગીરીમાં ઝડપી પાડી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટક કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટાઉન પોલીસ બપોરે કચીગામ ચેકપોસ્‍ટ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન દમણથી આવતી ઝાયલો ઈકો કાર નં.જીજે 05 જેસી 2367નું ચેકીંગ કરતા કારમાંથી 72 નંગ વિદેશી દારૂ કિં.રૂા.25,500 નો મળી આવ્‍યો હતો. કાર સવાર પ્રવિણ ઈશ્વર ઓડ રહે.દમણ દલવાડા તથા રાજેશ રમેશ ઓડ રહે.લવાછા પટેલ ફળીયા અંબિકા પાર્કની અટક કરી પોલીસે કાર સાથે રૂા.3,30,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજા બનાવમાં જીઆઈડીસી પોલીસેદમણથી આવતી મુંબઈ તરફ જઈ રહેલી ઝાયલો કાર નં.એમએચ04 સીબી 7602ને શંકા જતા અટકાવી ચેકીંગ કર્યું હતું. કાર્યવાહીમાં કારમાંથી બોટલ વિદેશ દારૂ કિં.1500નો જથ્‍થો મળી આવતા કાર ચાલક જય પ્રદિપ બાનુશાલી રહે.સીંધુ બાગ તિલક રોડ ઘાટકોપર મુંબઈની અટક કરી હતી. પોલીસે રૂા.2,01,500 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

ખેરગામના ધામધુમા ગામે ટ્રેક્‍ટર સાથે બાઈક અથડાતા બાઈક સવારનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્‍ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે દમણ કોર્ટ પરિસરમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી દારૂ ભરેલ પીકઅપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

Leave a Comment