October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

ઢોલ, ત્રાસા, ડી.જે. શણગારેલ ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજીને બિરાજમાન કરી વાપી, વલસાડ, ધરમપુરમાં ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.17: ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થીના શુભ મંગલ દિવસથી વલસાડ જિલ્લામાં સર્વત્ર સાર્વજનિક ગણેશ મહોત્‍સવનો શુભારંભ થયો હતો. 10 દિવસીય આ મહામહોત્‍સવનો આજે મંગળવારે અનંત ચૌદશે અંતિમ દશમો દિવસ હોવાથી જિલ્લાના તમામ શહેરો અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શ્રીજી પ્રતિમાઓની ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી.
ગણેશ મહોત્‍સવ વિવિધ રીતે આસ્‍થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દોઢ દિવસીય, ત્રણ દિવસીય, પાંચ અને સાત દિવસીય ગણેશ વિસર્જન કરાયું હતું. આજે અનંત ચૌદશ, ગણેશ ઉત્‍સવના અંતિમ દિન હોવાથી ગણેશ ભક્‍તોએ જિલ્લાભરમાં હજારો મૂર્તિઓનું વાજતે ગાજતે વિસર્જન કરવા ભવ્‍ય વિસર્જન યાત્રાઓ ઠેર ઠેર યોજાઈ હતી. શણગારેલા ટ્રક, ટેમ્‍પા, ટ્રેક્‍ટર, ગાડીઓમાં શ્રીજી મૂર્તિઓને ભાવપૂર્વક બિરાજમાન કરીને હજારો ભાવિકોની ઉપસ્‍થિતિમાં શ્રધ્‍ધાપૂર્વક વિસર્જન યાત્રાઓ નિકળી હતી. ઢોલ, ત્રાંસા, ડી.જે.ના તાલે નાચતા કુદતા, રાસગરબા ગાતા ગાતા ગણેશ ભક્‍તો સેંકડોની સંખ્‍યામાં વિસર્જન યાત્રામાં જોડાયા હતા. આરતી, પૂજા, અર્ચન કરી નદીઓના ઓવારેથી દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનમાં શરૂ થયેલા કોન્‍ટ્રાક્‍ટ અને આઉટ સોર્સિસના ચલણની પુનઃ સમીક્ષા થવી આવશ્‍યક

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીમાં મળસ્‍કે ફુડ કંપનીમાં ભિષણ આગ લાગી : આગના ધુવાડા કિલોમીટર સુધી વિસ્‍તર્યા હતા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment