October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ પદે વિલાસભાઈ ઠાકરીયાની બિનહરીફ વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની આજરોજ કચેરીના સભાખંડમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષક તરીકે પુરવઠા અધિકારી શ્રીમતી કાજલ ગાંવીત ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ શાસિત પાલિકામાં મેન્‍ડેડ મુજબ પ્રમુખ તરીકે શ્રીમતી લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ તરીકે શ્રી વિલાસભાઈ ઠાકરીયાએ દાવેદારી કરી હતી. જેમની સામે હરીફ દાવેદારી રજૂ ન થતા બંને ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્‍યા હતા.
મોવડીના આદેશ મુજબ ચૂંટણી પ્રક્રિયામાં મેન્‍ડેડ મુજબ હોદ્દેદારોની વરણી કરાવવા ભાજપ તાલુકા સંગઠન પ્રમુખશ્રી દિલીપભાઈ ભંડારી, તાલુકા મહામંત્રી શ્રી નરેશભાઈ પરમાર, શ્રી પ્રકાશભાઈ પટેલ સહિતનાકાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવા વરણી થયેલા પ્રમુખ શ્રીમતિ લલીતાબેન દુમાડા અને ઉપ પ્રમુખ શ્રી વિલાસભાઈ ઠાકરીયાને અભિનંદન અને પક્ષે સોપેલી જવાબદારીમાં સફળ થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્‍ટેગથી રૂપિયા કપાયા

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું દમણના શહેરી વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

Leave a Comment