October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

પાણી વિતરણની અત્‍યાધુનિક એપ બનાવતી પાલિકાની ટેકનિક ખોરંભે

વોર્ડ નં.10 ના નગર સેવક મંગેશ પટેલ સ્‍વખર્ચે પાણી ટેન્‍કરોથી દિવસ-રાત પુરુ પાડી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી નગરપાલિકાના વોર્ડ નં.10 સુલપડ વિસ્‍તારમાં છેલ્લા દશ-પંદર દિવસથી પાણીની ગંભીર સમસ્‍યા ઉભી થઈ છે. મોટાભાગના ગરીબ-મધ્‍યમ વર્ગના આ વિસ્‍તાર હાલમાં એક બાલટી પાણી માટે વલખા મારી રહ્યો છે ત્‍યારે તેમની વ્‍હારે સ્‍થાનિક નગર સેવક મંગેશ પટેલ વ્‍હારે આવ્‍યા છે. દિવસ-રાત સ્‍વખર્ચે પાણીના ટેન્‍કરો મંગાવીને પ્રજાની સમસ્‍યા સાથે ખડે પગે ઉભા રહ્યા છે.
વાપી નગરપાલિકાના ટેકનિકલ સ્‍ટાફ દ્વારા બહેતરીન પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે અત્‍યાધુનિક ટેકનિકથી એપ બનાવ્‍યું છે. આ સફળ એપ દિલ્‍હીમાં પણ પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે વપરાઈ રહ્યાનું કહેવાય છે. કલેક્‍ટરશ્રીએ પણ એપની ભારોભાર પ્રશંસા કરીને એવોર્ડ પણ એનાયત કર્યો હતો ત્‍યારે એજ પાલિકાની હાલમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થા જ ખોરંભે પડી છે. એપની કારગતતા ન લેખે લાગ્‍યાનું જોવા મળેલું આ ઉદાહરણ કહેવું રહ્યું. કારણ સંજોગ-સમય ગમે તેહોઈ શખે પણ સુલપડ પ્રજાજનો આજકાલ એક બાટલી પાણી માટે વલખા મારી રહ્યા છે. હજુ ઉનાળો તો દુર છે ત્‍યાંજ વાપીમાં પાણીનો કકળાટ શરૂ થઈ ચૂક્‍યો છે.

Related posts

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લો બન્‍યો પાણીમગ્નઃ વરસાદની ચાલુ  રહેલી અણનમ ઈનિંગ

vartmanpravah

Leave a Comment