(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: તા. 18 ડિસેમ્બર 2024 ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. (DGVCL) દ્વારા અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ના સહયોગથી, ઔધાગિક વીજ ગ્રાહકો માં ઊર્જા સંરક્ષણ ની જાગૃતિ કેળવવા તથા જરૂરી માર્ગદર્શન આપવા માટે એક અવેરનેસ સેમિનારનું આયોજન VIA કોન્ફ્રન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં VIA ના પ્રમુખ શ્રી સતિષ પટેલ અને ખજાનચી શ્રી રાજુલ શાહ, VIA ના એડવાઇઝરી બોર્ડ મેમ્બર શ્રી મિલન દેસાઈ, VIA ના એડવાઇઝરી બોર્ડ મેમ્બર અને VIA ના પૂર્વ પ્રમુખ શ્રી યોગેશ કાબરિયા, VIA ના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, VIA ની નોટીફાઈડ એરિયા કમિટીના ચેરમેન શ્રી હેમંત પટેલ, VIA ની પાવર કમિટીના જોઈન્ટ ચેરમેન શ્રી જોય કોઠારી, સુરત કોર્પોરેટ કચેરીથી અધિક્ષક ઇજનેર શ્રી જી.ડી ભૈયા અને વલસાડ વર્તુળ કચેરીથી અધિક્ષક ઈજનેર શ્રી પી.જી.પટેલ, DGVCL ના અધિકારીઓ, VIA ના સભ્યો અને ઉદ્યોગકાર મિત્રો મળી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમને ઊર્જા સંરક્ષણની વિશેષ માહિતી અને નવીન પદ્ધતિ વિશેની જાણકારી મળી હતી.
