October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લાની નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણીમાં લીનાબેન પટેલની ભવ્‍ય જીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.08 : દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી ગ્રામ પંચાયતમાં તા.6 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ સરપંચ પદ માટેની પેટા ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં લીનાબેન ધર્મેશભાઈ પટેલની જીત થઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલનું અકાળે નિધન થતાં સરપંચનું પદ ખાલી હતું. જેના માટે ગત તા.6 ફેબ્રુઆરી,2023ના રોજ સરપંચના પદ માટે પેટા ચૂંટણી યોજાવામાં આવી હતી. આ પેટા ચૂંટણીની આજે મતગણતરી કરવામાં આવી હતી, શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલની જીત થવા પામી હતી.
અત્રે યાદ રહે કે, સરપંચ પદની યદજાયેલ પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. નરોલી ગ્રામ પંચાયતમાં કુલ 12,080 મતદારો નોંધાયેલ છે. જેમાંથી 5,646 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેનું પરિણામ આવતા શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલને 4,433 મત મળ્‍યા હતા અને શ્રી કિશનભાઈ ઋષિભાઈ પટેલને 836 મત મળ્‍યા હતા. જ્‍યારે શ્રી જીતેન્‍દ્રભાઈ પ્રમોદભાઈને ફક્‍ત 245 મત મળ્‍યા હતા અને નોટામાં 132 મત પડયા હતા. શ્રીમતી લીનાબેનધર્મેશભાઈ પટેલને 3220 મતોથી ભવ્‍ય વિજય થયો હતો.
શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલની ભવ્‍ય જીત થતાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ સહિતના તમામ પદાધિકારીઓ, કાર્યકરો, ટેકેદારો અને શુભેચ્‍છકોએ શુભકામના પાઠવી હતી.

Related posts

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સીસ કોલેજ, વાપી ખાતે GST દિવસની ઉજવણી

vartmanpravah

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

Leave a Comment