April 23, 2024
Vartman Pravah
વલસાડ

વાપી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૭
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં વાપીની જી.આઈ.ડી.સી. સ્કૂલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષતામાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી બાલસેવા યોજનાના દશ લાભાર્થીઓને માસિક સહાય તેમજ વ્યક્તિગત સોકપીટના પાંચ લાભાર્થીઓને પ્રમાણપત્ર અને ઉજ્જવલા યોજનાના પાંચ લાભાર્થીઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામ પંચાયત વિસ્તારોમાં સામૂહિક સોકપીટની ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી હોય તેવા રાતા, મોરાઈ, છીરી, તરક પારડી અને ચીભડકચ્છ ગામના સરપંચોનું તેમજ ૧૦૦ ટકા કોવિડ વેક્સિનેશન થયેલા કોચરવા, વટાર, પંડોર, કવાલ અને નાની તંબાડી ગામના સરપંચોનું સન્માન કરાયું હતું. ઉપરાંત મહિલા સ્વસહાય જૂથને રીવોલ્વિંગ ફંડના ૧૫ હજાર રૂપિયાના ચેકનુ વિતરણ કરાયું હતું.
આ અવસરે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યુ હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કામોનો લાભ મળે તે ઉદ્દેશથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીઍ દેશના ગરીબો માટે અનેક યોજનાઅો અમલી બનાવી તેનો પૂરેપૂરો લાભ સાચા લાભાર્થીઓને પહોîચાડ્યો છે. ગરીબલક્ષી અનેકવિધ યોજનાઅોના સુચારુ અમલીકરણ થકી આ સરકાર છેવાડાના માનવીના હૃદય સુધી પહોંચી છે. ગરીબોની બેલી આ સરકારે નોધારાનો આધાર બની ઉજ્જ્વલા યોજના હેઠળ નિઃશુલ્ક ગેસ કનેકશન આપી બહેનોને ધુમાડામાંથી મુક્તિ અપાવી છે, આ યોજનાના ફેઝ ૨માં બાકી રહેલા તમામ લાભાર્થીઓને કનેકશન આપવાનું આયોજન કરાયું છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘરે ઘરે શૌચાલય બનાવી દરેક ગામને સ્વચ્છ બનાવ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસને સેવાના રૂપમાં ઉજવવાના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલા અનેક સેવાકીય કાર્યોનો ચિતાર આપતાં મંત્રીશ્રીઍ વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના કારણે જે બાળકોઍ માતા કે પિતામાંથી ઍક ગુમાવ્યું હોય તેવા બાળકોને મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ માસિક બે હજાર જ્યારે માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને ચાર હજારની સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે, આ સહાય બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી તેના ખાતામાં દર માસે જમા થતા રહેશે. આ અવસરે ૧૦૦ ટકા વેક્સિનેશન કરાયેલા ગામોના સરપંચોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા છે. ગંગા સ્વરૂપા બહેનોને વિધવા સહાય હેઠળ દર માસે ૧૨૫૦ ની સહાય આપવામાં આવે છે. મંત્રીશ્રીઍ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીઍ કરોડો ગરીબોના જન ધન યોજના હેઠળ બેîકમાં ખાતા ખોલાવ્યા છે અને તેમને મળવાપાત્ર સરકારની સહાય સીધી ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પૂરેપૂરી સહાય લાભાર્થીને પહોîચે છે. આ ઉપરાંત કિસાન સમ્માનનિધિ, વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી અમૃતમ જેવી અનેક યોજનાઓ અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી.
મંત્રીશ્રીઍ કોરોના મહામારીમાં કોઈ ગરીબ ભૂખ્યો ન રહે તે માટે ચિંતા કરી વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાયું છે, જે આગામી દિવાળી સુધી કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્યંં હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિનેશનની કામગીરી વેગવાન બનાવી છે, ત્યારે બાકી રહેલા દરેક નાગરિકોને રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયત પ્રમુખ વાસંતીબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
મામલતદાર પ્રશાંત પરમારે સ્વાગત પ્રવચનમાં શૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલે આટોપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.ઍફ.વસાવા, ગ્રામ વિકાસ ઍજન્સીના નિયામક જે.પી.મયાત્રા, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, લાભાર્થીઅો ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વાપી બલીઠા હાઇવે પાસે રૂ. 45.30 કરોડના ખર્ચે 100 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

મોતીવાડા બ્રિજ પાસેથી દારૂ ભરેલ રીક્ષા ઝડપતી વલસાડ એલસીબી

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

Leave a Comment