August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

રોડ સિંગલ સાઈડ કામગીરી ચાલુ રહેતા વન-વે ઉપર વાહનોની કતારો લાગતા ટ્રાફિક જ ટ્રાફિક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીમાં ચૂંટણી આચાર સંહિતા પુરી થતાની સાથે ઠેર ઠેર ચારે બાજુ વિકાસના કામોની રફતાર તેજ બની ગઈ છે. વાપી વિસ્‍તારમાં સાતથી આઠ જગ્‍યાએ રોડ, અંડરગ્રાઉન્‍ડ કેબલ, રેલવે ફલાય ઓવરબ્રિજ, ડ્રેનેજ વગેરેના કામકાજ હાલમાં ચાલી રહ્યા છે. આ સમયગાળામાં સ્‍વાભાવિક રીતે લગભગ મોટાભાગના વિસ્‍તારોમાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની ચૂકી છે તેમાં વધુ એક નવિન રોડ વી.આઈ.એ.થી ચણોદ સુધી સેલવાસ જતા મુખ્‍ય ધોરી માર્ગ ઉપર આર.સી.સી. રોડની કામગીરી હાલમાં જ કાર્યરત થતા વાપીની ટ્રાફિક સમસ્‍યા બેવડાઈ ગઈ છે.
વી.આઈ.એ.થી ચણોદ સુધી નવિન આર.સી.સી. રોડ બનાવવાની ચાલી રહેલી કામગીરીમાં ટ્રાફિકને વન-વે ડાયવર્ટ કરાયો છે. સેલવાસ જતો આ અતિ વ્‍યસ્‍ત રોડ ઉપર સિંગલ લાઈન ચાલતા આવતા જતા વાહનોની ભીડ અતિશય રહેવા લાગી છે. તેથીટ્રાફિકને લઈ અડધા ઉપરાંત વાહનો જી.આઈ.ડી.સી. સેકન્‍ડ ફેઝ થઈને અવર જવર કરી રહ્યા છે. મોટા ભારે વાહનોને જી.આઈ.ડી.સી.માં ડાયવર્ટ કરાયા છે. સેલવાસથી આવતા વાહનો ચક્કર મારી હાઈવે પકડી રહ્યા છે.

Related posts

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા

vartmanpravah

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના B.com, BBA, B.sc, BCA, M.com, M.scમાં વાર્ષિક રમોત્સવ ની ભવ્ય ઉજવણી

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ વિભાગ એસટી કર્મચારી મંડળની સમાન્‍યસભા આંબેડકર હોલમાં યોજાઈ

vartmanpravah

Leave a Comment