September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

ધરમપુર-વાપી ખાતે ન્‍યુ એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટ રૂા.1.36 કરોડના ખર્ચે નવી ઈમારતની જાહેરાત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: પારડીના ધારાસભ્‍ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના દ્વારા રજૂ થયેલા વર્ષ 2023-24ના બજેટમાં વલસાડ જિલ્લા માટે અનેક નાની મોટી જોગવાઈ કરવામાં આવી છે. જેમાં વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ કાર્યરત કરવાની જાહેરાત કરાઈ છે.
છેલ્લા 58 વર્ષમાં અનાવિલ સમાજના ત્રીજા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત બીજુ વખત બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. જેમાં અનેક નવા પ્રોજેક્‍ટ જાહેર કરાયા છે. જેમાં વાપીમાં ન્‍યુ એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટકોર્ટ તેમજ ધરમપુરમાં પણ ન્‍યુ એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટની જાહેરાત કરાઈ છે. બજેટમાં કોઈપણ નવા કરવેરા નાખ્‍યા સિવાય નાણામંત્રીએ 900 ઉપરાંત કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કર્યું હતું. વાપી, સરીગામ, ઉમરગામમાં શ્રમિકો વધુ હોવાથી નાણામંત્રીએ વાપી-ઉમરગામમાં પૂર્ણ સમયની લેબર કોર્ટ કાર્યરત કરવાની જાહેરાત પણ બજેટમાં કરી છે. તેમજ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે બજેટમાં વિવિધ જોગવાઈ અનુસાર વલસાડ જિલ્લાને તેનો લાભ થનાર છે. ગત બજેટમાં દરિયાઈ પાઈપલાઈન પ્રોજેક્‍ટની જોગવાઈ અનુસાર તેમાં પણ કામ આગળ વધી રહ્યું છે. વાપીમાં મીની હોસ્‍પિટલનું કામ પણ ચાલું છે. વાપી વાસીઓ માટે નાણામંત્રી સ્‍થાનિક હોવાથી ગૌરવની વાત કરી શકાય એમ છે.

Related posts

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

રખોલીમાં વાહનચાલકે ટક્કર મારતા અજાણ્‍યા યુવાનનું મોત

vartmanpravah

પારડી તાલુકાનાગોઈમા ગામે આવનાર પાવર સબ સ્‍ટેશનના વિરોધમાં વધુ ઉગ્ર બનતું આંદોલન

vartmanpravah

મગરવાડા ગ્રા.પં.ના 10 સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપોનું એકીકરણ કરી ‘દુધી માતા મહિલા ગ્રામ સંગઠન’ની કરાયેલી રચના

vartmanpravah

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment