September 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જીઆઈડીસી થર્ડફેઈઝમાં આવેલ એક કંપનીમાં એન.સી.બી.એ ગત જુન 2022ના રોજ રેડ કરી હતી. રેડ દરમિયાન કંપનીમાંથી 68 કિલો નશીલો પદાર્થ ઝડપાતા ચાર આરોપીઓની અટક કરી હતી. કાર્યવાહી બાદ કંપનીને સિલ કરી દેવાઈ હતી. કંપનીના મુખ્‍ય ગેટ તોડી કંપનીમાં અવર જવર થઈ હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાસમાં આવી છે. સંભવત પુરાવા નાશ કરવાનો કોઈ હીત તત્‍વોએ પ્રયાસ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાપી જીઆઈડીસી ફેઝ-3 પ્‍લોટ નં.સી-1/બી 2409માં કાર્યરત પાશ્વનાથ ડાયકેમ કંપનીમાં ગત તા.06 જુન 2022ના રોજ નારકોટિક્‍સ કન્‍ટ્રોલ બ્‍યુરો (એન.સી.બી.) અમદાવાદ ટીમે છાપો માર્યો હતો. આ રેડમાં કંપનીમાંથી 68 કિ.ગ્રા. નશીલો પદાર્થ જપ્ત થયોહતો. કંપનીમાંથી 2 આરોપી ઝડપાયેલા, પાછળથી બે મળી એન.સી.બી.એ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કંપનીમાંથી નશીલા પદાર્થ બનાવાની સાધન-સામગ્રી-રો મટેરીયલ વિગેરેને જપ્ત કરી એન.સી.બી.એ કંપની સિલ કરી હતી. આ સીલ કંપનીનો હાલમાં ગેટ ખુલ્લો અને અંદરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવામાં આવ્‍યો છે. શંકાસ્‍પદ હિલચાલમાં સીલ કરેલ કંપનીમાં અવર જવર અને માલ સગેવગે કરવાનો પ્રયાસ કરેલાનું અજરાઈ રહ્યું છે. કાર્યવાહીમાં મુખ્‍ય ગેટ પર સીલ મરાયુ હતું. એ સીલ તોડી નંખાયું છે. કંપનીની સ્‍લાઈડ વિન્‍ડો ખુલેલી નજરે પડે છે. મુખ્‍ય ગેટના તાળામાં જી.ઈ.બી.નું લાઈટ બીલ ખોસેલું છે જે 40 હજારનું છે. કોઈ ચોક્કસ તત્ત્વો દ્વારા આ હરકત થઈ હોવી જોઈએ. જો તપાસ થાય તો ફરી મોટું કૌભાંડ બહાર આવવાની શક્‍યતા નકારી શકાય એમ નથી. એન.સી.બી.એ નારકોટિક્‍સ એક્‍ટ મુજબ ચાર આરોપી શ્રીનિવાસ કારેબોલૈયાહ/ સત્‍યાના લક્ષ્મીરાજન, મોહમદ સહજાદ સોનારુદ્દીન અને રાઉલ શેખની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કંપની સીલ કરી હતી અને વરિષ્‍ઠ અધિકારીએ સાવ4જનિક સુચના સાથે જાહેર નોટીસ પણ કંપનીના ગેટ ઉપર ચિટકાવી હતી.

Related posts

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત પરીયા–અંબાચ માર્ગ તા.૨૩-૨૪ ફેબ્રુઆરીના રોજ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ

vartmanpravah

ગરીબ આદિવાસી વિધવા મહિલાને ઘર બનાવી આપી માનવતાની મહેક ઉજાગર કરતું પારડી જીવદયા ગ્રુપ

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડામાં પ્‍લાસ્‍ટિક મુક્‍ત શાળા મહા અભિયાનનો આરંભ

vartmanpravah

Leave a Comment