(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: સેલવાસના બાલદેવી વિસ્તારમાં બાપુડ ફળિયા સ્મશાનમાં રોડની બાજુમાં એક અજાણ્યા ઇશમની લાશ મળી આવેલ છે જેમની અંદાજીત ઉંમર 50 વર્ષ છે. જેમણે શરીરે હાફ પેન્ટ(પાટલૂન) પીળી જર્સી(ટી-શર્ટ) પહેરેલ છે જેના ઉપર જીપીએલ લખેલું છે. માથાના તેમજ મોઢાના ભાગે સફેદ વાળ છે. ઊંચાઈ આશરે 5.6 ઇંચની છે અને મધ્યમ બાંધો તથા શ્યામ વર્ણના વર્ણનવાળી વ્યક્તિ અંગે તેમના સગાં-સંબંધિતોએ સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.