January 16, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

ઉદ્યોગો દ્વારા નદીઓ પ્રદૂષિત કરાઈ રહી છે : સરકાર પર એન.જી.ટી. ખફા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્‍યુનલ (એન.જી.ટી.)એ ગુજરાતમાં નદીઓ ઉદ્યોગો તથા અન્‍યકારણોસર પ્રદૂષિત થઈ ચૂકી છે. એન.જી.ટી.એ તારણ કાઢેલી નદીઓમાં દમણગંગા નદીનો પણ સમાવેશ કરાયો છે. આ મુદ્દે એન.જી.ટી.એ સરકારને 2100 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
એન.જી.ટી.એ તેના લેન્‍ડમાર્ક ઓર્ડરમાં જણાવ્‍યું હતું કે, એસ.ટી.પી. સેટઅપ કરો અને અનટ્રિટેડ વોટર નદીઓમાં વહાવાય છે તે રોકો. રાજ્‍યના મોટા શહેરોના ઉદ્યોગો કેમિકલ યુક્‍ત પાણી નદીઓમાં છોડી રહ્યા છે. પ્રદૂષિત સમાવિષ્‍ટ નદીઓમાં નર્મદા, સાબરમતિ, ભાદર, વિશ્વામિત્રી, તાપી અને દમણગંગાનો સમાવેશ થયો છે. સી.ઈ.ટી.પી.ની કેટલી પણ ચોક્કસ કામગીરીની બુમરેંગ વચ્‍ચે પાલિકા દ્વારા દમણગંગામાં છોડાઈ રહેલું પાણી તથા ઉદ્યોગોનું ખાનગી રાહે છોડાઈ રહેલું પ્રદૂષિત પાણીને લઈ પ્રદૂષિત નદીઓમાં દમણગંગા પણ ગણાવાઈ છે. એન.જી.ટી.એ ફટકારેલ 2100 કરોડના દંડનો જવાબ ગુજરાત સરકારે નક્કી કરવાનું રહેશે. તાપી, નર્મદામાં ગંગાની જેમ ભાવિકો આરતી કરે છે પરંતુ અંતે રામ તેરી ગંગા મેલી જેવો ઘાટ ગુજરાતમાં પણ થયો છે.

Related posts

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્‍ટની કામગીરી ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ શરૂ કરાઈ

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ 2024-‘25 અંતર્ગત કચીગામ ગ્રા.પં.ના સરપંચ ભરતભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઈ વિશેષ ગ્રામસભા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર માછલીના આઈસ બોક્ષમાં સંતાડેલો રૂા.5.23 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

Leave a Comment