(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલી ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈ આજે નરોલી ચાર રસ્તા પાસે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’એ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પૂર્ણ પ્રતિમા, છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવા તથા કરાડ કોલેજમાં ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરનું પુરૂં નામ લખવા અને પ્રદેશની તમામ શાળા-કોલેજોમાં ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીનીતસવીર લગાવવાની માંગ સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ ધરણાં પ્રદર્શનમાં ‘સંવિધાન ગૌરવ સમિતિ’ના સભ્યો, દાનહની સામાજીક સંસ્થા, આમ્બેડકરવાદીઓ, શિવાજી સંગઠનના પ્રતિનિધિઓ, મહિલા સંગઠનો સહિત મોટી સંખ્યામાં સમિતિના સભ્યો જોડાયા હતા.
Previous post