(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24: વાપીની લીફ ધ વે ગ્રો સ્કૂલમાં આજે બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દમણની બે ઢીંગલીઓએ માઁ પાર્વતી અને માઁ કાલીની વેશભૂષામાં સજ્જ બની તમામ ઉપસ્થિતોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. વાપીની લીફ ધ વે ગ્રો સ્કૂલમાં યોજાયેલ વેશભૂષા સ્પર્ધામાં માઁ પાર્વતીની વેશભૂષામાં અસ્સલ ભૂમિકા દમણની બાળકી સ્મીરા જીજ્ઞેશ પટેલે ભજવી હતી. સ્પર્ધામાં વેશભૂષાની સાજ-સજ્જા બાળકીની માતા શ્રીમતી હિતાક્ષીબેન જીજ્ઞેશ પટેલે આકર્ષક રીતે કરી હતી.
દમણની બીજી બાળકી થિયા નવિન પટેલે મહાકાળીની વેશભૂષામાં રૌદ્ર સ્વરૂપનો વાસ્તવિક અભિનય કરતા ઉપસ્થિત સભાખંડ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠયો હતો. વેશભૂષાની સાજ-સજ્જા કુ. થિયા પટેલની માતા શ્રીમતી પિન્કીબેન નવિન પટેલે કરી હતી.