મરવડ ગ્રામ પંચાયતના સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષભાઈ પટેલે પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં રસ્તાના ડામર કામની કરાવેલી શરૂઆતઃ લોકોને થનારી મોટી રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : આજે સંઘપ્રદે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણની મરવડ ગ્રામ પંચાયત દ્વારા પંચાયત વિસ્તરણ હેઠળ સત્યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ નાની દમણના મરવડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ અને ઉપર સરપંચ શ્રી સતિષભાઈ પટેલે સત્યસાગર ઉદ્યાનથી લઈ ગંગામાતા રોડ સુધીના માર્ગના ડામર કરવાના કામનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે મરવડ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી અશોક પટેલ, શ્રીમતી ચેતના પટેલ, શ્રી બલમ પટેલ, શ્રી પ્રવીણ પટેલ, શ્રી વિનોદભાઈ, શ્રીમતી વર્ષાબેન, શ્રી ઝાકીર હુસેન પીરવાલા તેમજ ગ્રામ પંચાયતનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ રોડના નવનિર્માણથી આ વિસ્તારના લોકોને મોટી રાહત થશે એવી લાગણી પ્રગટ થઈ રહી છે.