October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠેલું દમણઃ ભક્‍તિમય બનેલું વાતાવરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : ગઈકાલ શનિવારની સાંજે નાની દમણના વડચૌકી બિગ સી ક્રિકેટ મેદાન હનુમાન ચાલીસાના સમૂહ પઠનથી ગુંજી ઉઠયું હતું. શ્રી રામ શોભાયાત્રા ગ્રુપ દમણ દ્વારા આયોજીત સામૂહિક હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમમાં લગભગ 800 જેટલા ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા અને હનુમાન ચાલીસાના પઠનમાં દરેક જોડાતા વાતાવરણ મંત્રમુગ્‍ધ બન્‍યું હતું.
શ્રી હનુમાન ચાલીસાનું પઠન શ્રી ચેતન પંડિત દ્વારા કરાવવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે અખંડાનંદ સરસ્‍વતી મહારાજ શ્રી મહંત જયાનંદ સરસ્‍વતી મહારાજ, શ્રી સંજય મહારાજ, મોટી વાંકડ અંબામાતાના પૂજારી શ્રી જગદીશ મહારાજ, શ્રી સુમંત મહારાજ, ભીમપોર ગૌર મહારાજ શ્રી ચેતન પંડિત, વિશ્વ હિંદુ પરિષદ તથા આર.એસ.એસ. અને ભાજપની પૂરી ટીમ ઉપસ્‍થિત રહી હતી.
શનિવારે આયોજીત શ્રી હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમથી સમગ્ર દમણ ભક્‍તિમય બનવા પામ્‍યું હતું.

Related posts

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લા 25 કેન્‍દ્રો ઉપર ગુજકેટની જાહેર પરીક્ષા પૂર્ણ : 6124 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વેક્સિન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment