સંઘપ્રદેશના જિલ્લા પ્રશાસન, એનડીએમએ, એનડીઆરએફ, કોસ્ટગાર્ડે લીધેલો ભાગ
કુદરતી આફતો સામે લડવાના દૃશ્યોનું સાક્ષી બનેલ દમણ-દીવ અને દાનહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ(એનડીએમએ)ના સહયોગથી પ્રદેશના ત્રણેય જિલ્લામાં પૂર અને તોફાન જેવી આપત્તિઓનો સામનો કરવા માટે મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૉક ડ્રિલ પ્રદેશના ત્રણેય જિલ્લામાં તા.27મી જુલાઈ, 2023ના સવારે 9:00 વાગ્યાથી વિવિધ સ્થળો ઉપર આપત્તિના પરિદૃશ્યોનું અનુકરણ સાથે આયોજન કરાયું હતું. આ અભ્યાસ તોફાન, ભારે વરસાદ અને પૂર જેવી કટોકટીની સ્થિતિના સામના માટે તત્પરતા/તૈયારીના ઉપાયના રૂપમાં કરવામાં આવી રહ્યો છે.
આજે યોજાયેલ મૉક ડ્રિલ પ્રદેશના ત્રણેય જિલ્લા પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સાથે સાથે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(એન.ડી.એન.એ.), કોસ્ટગાર્ડ, નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ(એન.ડી.આર.એફ.) અનેસંબંધિત જિલ્લાના અન્ય સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓના સમન્વયનો ફાળો રહ્યો હતો.
આજે યોજાયેલ મૉક ડ્રિલ એન.ડી.એમ.એ.ના સંયુક્ત સચિવ શ્રી હર્ષ ગુપ્તા, સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલા, નાણાં અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, કલેક્ટર શ્રી સૌરભ મિશ્રાના નેતૃત્વમાં સંપન્ન થઈ હતી.
મૉક ડ્રિલની શરૂઆતમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એન.ડી.એમ.એ. દ્વારા વિવિધ વિભાગોને તેમની ભૂમિકા અને જવાબદારીઓની બાબતમાં જાણકારી આપવામાં આવી હતી. આ ક્રમમાં આ મૉક ડ્રિલમાં હિસ્સો લેનાર દરેક વિભાગોને સ્વ મૂલ્યાંકનનું એક પ્રપત્ર પણ આપવામાં આવ્યું હતું. મૉક ડ્રિલ પૂર, ભારે વરસાદ અને તોફાન જેવી આફતોના પરિદૃશ્યોનું અનુકરણ કરતા આયોજીત કરાઈ હતી. આ અભ્યાસમાં પ્રદેશમાં કુદરતી આફતના સમયે પહેલાં બચાવકર્તાની પ્રતિક્રિયા અને પુરૂષો, મશીનો, સામગ્ર અને ઉપકરણો જેવા સંસાધનોને સ્થાનાંતરિત કરવાની વાસ્તવિક ક્ષમતાની પણ કસોટી કરાઈ હતી. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા શોધ અને બચાવ અભિયાન કેમિકલ ઔદ્યોગિક સંકટ દરમિયાન બચાવ, અસ્થાયી રાહત શિબિરોની સ્થાપના અને ઘાયલોની સંખ્યા પ્રાપ્ત કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નામાંકન જેવા કાર્યનો અભ્યાસ પણ કરવામાંઆવ્યો હતો.
આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ સમુદાયી અને પહેલા બચાવકર્તાની વચ્ચે તૈયારીઓની સંસ્કૃતિ વિકસિત કરવા અને રાજ્ય જિલ્લા અને મેજર એક્સિડેન્ટ હેઝાર્ડ એકમોની ડિઝાસ્ટર મેનેજમેન્ટો યોજનાઓની વાસ્તવિકતા અને અસરકારકતાની સમીક્ષા કરવામાં પ્રશાસનને સુવિધા પ્રદાન કરવા અને સંસાધનો સંચાર અને પ્રણાલીઓમાં વિક્ષેપની ઓળખ કરવાનો છે. જેમાં તૈયારીની સંસ્કૃતિ વિકસિત કરવા અને જાગૃતિ પેદા કરવામાં મદદ મળે છે.
દરેક મીડિયાના કર્મીઓને આ મૉક ડ્રિલની બાબતમાં પ્રેસ બ્રિફિંગથી જાણકારી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ આ મૉક ડ્રિલમાં ભાગ લેનાર તમામ વિભાગો સાથે ડી-બ્રિફિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આ બાબતમાં વિસ્તૃત રૂપથી ચર્ચા કરવામાં આવી હતી અને પ્રેક્ષકોએ એને ઔર વધુ બહેતર બનાવવા માટે વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.