October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં જોખમી વીજપોલ અંગે વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરાતા સર્વે હાથ ધરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.20: ચીખલી તાલુકાના વંકાલમાં જોખમી થયેલા વીજપોલ – વીજ લાઈન અંગે સ્‍થાનિક આગેવાન દ્વારા વલસાડ વીજ કંપનીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા તાબડતોડ ગામમાં ટીમ ઉતારી દઈ સર્વે હાથ ધરવામાં આવ્‍યું હતું.
વીજ કંપનીના આંતલીયા સબ ડિવિઝનના તાબામાં આવતા વંકાલ ગામમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક અને ખેતીની બન્ને વિજલાઈનોના વિજપોલ, ટ્રાન્‍સફોર્મર અનેક જગ્‍યાએ નમી જતા ઘણી જગ્‍યાએ વીજ લાઈન રીતસરની ઝુલા ખાતા હોય એ વિજપોલો અને વિજલાઈન જોખમી બનતા આ અંગે સ્‍થાનિક આગેવાન એવા ભાજપના જિલ્લા કિસાન મોરચાના આઈટી સેલના સહ ઈન્‍ચાર્જ દીપકભાઈ સોલંકી દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વલસાડ વર્તુળના કાર્યપાલક ઈજનેર સ્‍વાતિબેનને વિગતવાર રજૂઆત કરી ધ્‍યાન દોરવામાં આવતા તેમણે રજૂઆતને ગંભીરતાથી લઈ સૂચના આપતા આંતલીયા સબડીવીઝનનો સ્‍ટાફ તાબડતોડ વંકાલ ગામે આજે ધસી ગયોહતો.


વીજ કંપનીની ટીમ દ્વારા વંકાલ ગામના વાણિયાતળાવ, મોખા ફળીયા, સુંદર ફળીયા, મધ્‍યા ફળીયા, વજીફા ફળીયા સહિતના વિસ્‍તારમાં સ્‍થાનિક ભાજપી આગેવાન દીપકભાઈ સોલંકી સહિતનાઓ સાથે સર્વે હાથ ધરતા ઘર વપરાશની જ્‍યોતિગ્રામ અને ખેતીવાડીની વીજ લાઈનમાં પચાસેક જેટલા વિજપોલ અને તેની સાથેની વિજલાઈનની મરામત જણાતા ડિવિઝન કચેરીમાં અહેવાલ મોકલાવી મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી.

અખબારી અહેવાલ બાદ તંત્ર જાગ્‍યું
ઉપરાંત વંકાલ ગામમાં છ એક માસ પૂર્વે થાંભલા નાંખવા માટે ખાડા ખોદવામાં આવ્‍યા હતા. અને વારંવારની રજૂઆત બાદ પણ કામગીરી કરાતી ન હતી. તે અંગેના અખબારી અહેવાલ બાદ વીજ કંપની દ્વારા વીજપોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્‍થાનિકોને રાહત થવા પામી હતી.

ડીજીવીસીએલ કાર્યપાલક ઈજનેર સ્‍વાતિબેનના જણાવ્‍યાનુસાર વંકાલ ગામમાં વિજપોલ નમી ગયેલા હોવાની રજૂઆત મળતા સર્વે કરાવવામાં આવ્‍યું છે. હવે આંતલીયા સબ ડિવિઝનનો સર્વે અંગેનો અહેવાલ આવ્‍યા બાદ મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે.

Related posts

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

vartmanpravah

ચણોદમાં યુવક ઉપર છરા વડે હુમલો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ નિર્મળ ગુજરાત સ્‍વચ્‍છતા પખવડિયા અંતર્ગત પ્રારંભ કરેલી કામગીરી

vartmanpravah

કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કોલવેરા ગામે વન કુટીર અને સેલ્‍ફી પોઈન્‍ટનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગોવાના રાજ્‍યપાલ પી.એસ. શ્રીધરન પિલ્લઈએ સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું ભવ્‍ય સ્‍વાગત: દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના પણ ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment