(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.19: તારીખ 25-12-2023 ના રોજ આવી રહેલ ખ્રિસ્તીઓના નાતાલના તહેવારને અનુલક્ષીને પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને પારડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં પારડી સહિત સુખેશ ચીવલ વિગેરે જગ્યાએથી ખ્રિસ્તી ભાઈઓ તથા પારડી નગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પી.આઈ. બી.જે. સરવૈયાએ ખ્રિસ્તી ભાઈઓ પાસેથી તેઓ દ્વારા ઉજવી રહેલ નાતાલના તહેવાર અંગેની માહિતી અને કાર્યક્રમની રૂપરેખા જાણી હતી અને કોઈ દ્વારા હેરાનગતિ કે દખલગીરી કરવામાં આવતી હોય તો જણાવવા કહ્યું હતું અને સૌને પોતાનો મોબાઈલ નંબર આપી આવો કોઈક બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક ચર્ચના પાદરીઓ અને ખ્રિસ્તી ભાઈઓને પાસે તેમના પ્રતિભાવો જાણી શાંતિપૂર્ણ મહોલમાં નાતાલની ઉજવણી કરવાનું જણાવ્યું હતું.
આજની આ નાતાલના તહેવાર અંગેની શાંતિ સમિતિનીબેઠકમાં શરદભાઈ દેસાઈ, અનવરભાઈ મનિયાર, ચાર્લીસ ભંડારી, રેવ. જોઈલ જસ્ટિન, રેવ. સુરેશ મેકવાન, સુરેશ ખ્રિસ્તી, વિકટમ ખ્રિસ્તી, નાયમિક નાયકા, વેનેશ ભંડારી જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/12/WhatsApp-Image-2023-12-19-at-8.32.11-PM-960x455.jpeg)