બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગતદરેક ઉપસ્થિત કાર્યકર્તાઓના મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવવાની સાથે તેને કેવી રીતે ભરવાની તેની આપવામાં આવેલી સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.26 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત ‘મન કી બાત’નો કાર્યક્રમ આંટિયાવાડ મંડળમાં મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ, સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રી જયેશભાઈ પટેલ અને આંટિયાવાડ મંડળના કાર્યકર્તાઓ સાથે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પી દમણિયા સાંભળ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ઈ-સંજીવની ઓપીડી એપની આપેલી જાણકારી અને તેના વ્યાપક ઉપયોગની ચર્ચા પણ થઈ હતી.
આજે ‘મન કી બાત’ કાર્યક્રમની સાથે જ બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયા અને દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટે ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને મોબાઈલમાં સરલ એપ ડાઉનલોડ કરાવી હતી અને તેને કેવી રીતે ભરવાની તેની માહિતી આપવામાં આવી હતી. પેજ પ્રમુખથી લઈ બૂથ સમિતિ અને મંડળ સમિતિના ગઠનની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.